અક્ષયકુમારે જણાવ્યું હતું કે ‘લક્ષ્મી બૉમ્બ’ની પૂરી ટીમ વચ્ચે કોઈ મતભેદ નથી રહ્યો. આ ફિલ્મનાં ડિરેક્ટર રાઘવ લૉરેન્સનો ફિલ્મની ટીમ સાથે વિવાદ થતાં તેમણે ફિલ્મ છોડી દીધી હતી. જોકે અક્ષયકુમારે સમજૂતિ કરાવતાં મતભેદ દૂર થયા હોવાની વાત બહાર આવી હતી. ફિલ્મનું પોસ્ટર રાઘવની જાણ બહાર રિલીઝ કરવામાં આવ્યુ હતું. એથી નારાજગી વ્યક્ત કરતાં રાઘવે ફિલ્મથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. આ વિશે પૂછવામાં આવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મને આ સંદર્ભે ચોક્કસ માહિતી નથી. પ્રોડ્યુસર શબીના ખાન અને રાઘવે પરસ્પર ચર્ચા કરીને મુદ્દાનો ઉકેલ કાઢયો હતો. હૉરર ફિલ્મોની વાત આવે તો એ વિષયમાં રાઘવ અદ્ભુત ડિરેક્ટર છે. એક ફિલ્મ મેકર તરીકે હું તેમને ખૂબ માન આપુ છું. એ ઘટના બાદ અમે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું હતું. જોકે ત્યારબાદથી એ વિષયની કોઈએ ચર્ચા નથી કરી. અમારી વચ્ચે હવે કોઈ મતભેદ નથી.’
Akshay Kumarની ફિલ્મ 'બચ્ચન પાન્ડે' આ દિવસે થશે રિલીઝ, પોસ્ટર પણ વાઈરલ
23rd January, 2021 13:37 ISTમૅરેજ-ઍનિવર્સરી નિમિત્તે ટ્વિન્કલને અક્ષયકુમારે કહ્યું...
18th January, 2021 16:02 ISTપોતાના ભાગનું પૃથ્વીરાજનું શૂટિંગ પૂરું કર્યું સોનુ સૂદે
16th January, 2021 15:43 ISTઅક્ષયકુમારને મલ્ટિટૅલન્ટેડ સુપર હ્યુમન જણાવ્યો અર્શદ વારસીએ
9th January, 2021 16:16 IST