રક્ષાબંધન પર લતા મંગેશકરે શૅર કર્યો આ ખાસ વીડિયો, PMએ આપ્યો આ જવાબ

Published: Aug 03, 2020, 15:54 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

લતા મંગેશકરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે અને પીએમ મોદી દેકાય છે અને તેમની કેટલીક મેમરીઝ જોવા મળે છે.

પીએમ મોદીએ લતા મંગેશકરના રક્ષાબંધન મેસેજનો આપ્યો જવાબ
પીએમ મોદીએ લતા મંગેશકરના રક્ષાબંધન મેસેજનો આપ્યો જવાબ

રક્ષાબંધન(Raksha Bandhan)ના આ ખાસ દિવસે બાઇ-બહેન એકબીજાને વધામણી આપી રહ્યા છે. દરમિયાન બોલીવુડ(Bollywood)ની સુરકોકિલા લતા મંગેશકરે (Lata Mangeshkar)વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ને રક્ષાબંધન(Raksha Bandhan)ની વધામણી આપી છે. લતા મંગેશકરે(Lata Mangeshkar) પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ(Social Media Account) ટ્વિટર(Twitter) પર એક વીડિયો(Video) શૅર કર્યો છે જેમાં તે અને પીએમ મોદી દેખાય છે અને તેમની કેટલીક મેમરીઝ જોવા મળે છે.

વીડિયોમાં લતા મંગેશકરનો પોતાનો અવાજ સંભળાય છે જેમાં તે કહે છે કે, નરેન્દ્રભાઈ આજે રક્ષાબંધનના શુભ પ્રસંગે હું તમને પ્રણામ કરું છું. રાખડી તો હું તમને નથી મોકલી શકી અને તેનું કારણ આખું વિશ્વ જાણે છે, તમે દેશ માટે એટલું કામ કર્યું થે અને એટલી જ સારી વાતો કરી છે કે દેશવાસી ક્યારેય નહીં ભૂલી શકે. આજે ભારતની કરોડો મહિલાઓ તમારી તરફ પોતાની રાખડી માટે હાથ આગળ ધરી રહી છે. પણ રાખડી બાંધવી મુશ્કેલ છે. જો શક્ય હોય તો તમે આ રાખડીના દિવસે અમને વચન આપો કે તમે ભારતને ઉંચે ઉઠાવશો, નમસ્કાર.

લતા મંગેશકરની વધામણીનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે, પીએમ મોદીએ લતા મંગેશકરના ટ્વીટને રિટ્વીટ કરતાં લખ્યું છે કે, "લતા દીદી, રક્ષાબંધનના આ શુભ અવસરે તમારો આ ભાવપૂર્ણ સંદેશ અસીમ પ્રેરણા અને ઉર્જા આપનારો છે. કરોડો માતાઓ-બહેનોના આશીર્વાદથી આપણો દેશ નિત નવી ઉંચાઇઓને સ્પર્શશે, નવી નવી સફળતાઓ મેળવશે. તમે સ્વસ્થ રહો, દીર્ઘાયું હોવ, ઇશ્વરને મારી પ્રાર્થના."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK