લતા મંગેશકર વેંટિલેટર પર, હેમા માલિનીએ ટ્વીટ કરીને માગી દુઆ

Published: Nov 12, 2019, 13:18 IST | Mumbai Desk

રવિવાર રાતે 2 વાગ્યે શ્વાસ લેવામાં તકલીફ બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.

સ્વર કોકિલા લતા મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વેંટિલેટર પર છે. લતાજીનું સ્વાસ્થ્ય સ્થિર પણ ગંભીર છે. રવિવાર રાતે 2 વાગ્યે શ્વાસ લેવામાં તકલીફ બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યારથી તેમની સારવાર થઈ રહી છે. હોસ્પિટલ પહોંચવાની થોડીવાર પી જ તેમને વેંટિલેટર પર શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

ડાબું વેટ્રિકુલર ફેલ
મીડિયા રિપોર્ટ પ્રમાણે લતા મંગેશકર ફેફસાંના ગંભીર ઇન્ફેક્શનથી લડી રહ્યા છે. ઇન્ટરનલ મેડિસિન ફિઝિશિયન, ડૉક્ટર પ્રતિત સમદાનીએ ટીઓઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું છે, "તેમને નિમોનિયા થયું છે. સાથે જ લતાજીનું ડાબું વેટ્રિકુલર પણ ફેલ થઈ ગયું છે. તેમની હાલત હજી પણ સતત ગંભીર જ છે. જો કે છેલ્લા કેટલાક સમયમાં સુધારો થયો છે. "

આ જ હ્રદયને પહોંચાડે છે વધારે ઑક્સિજન
ડાબું વેટ્રિકુલર જ હ્રદયને સૌથી વધારે ઑક્સિજન આપે છે. શરીરના સામાન્ય અને સ્વસ્થ રીતે કામ કરવા માટે તેનું બરાબર થવું ખૂબ જ જરૂરી છે.

નથી મળી રહી વધારે માહિતી
ડૉક્ટર પ્રાઇવસીને કારણે લતા મંગેશકરની તબિયતને લઈને વધારે માહિતી નથી આપી રહ્યા. કાલે સોમવારે તેમની ભત્રીજી દ્વારા ખબર પડેલી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે લતાજીની તબિયત હવે બરાબર છે. તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપીને ઘરે પહોંચાડી દેવામાં આવ્યા છે. પણ થોડી વાર પછી ખબર આવી કે લતાજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જ છે. તો સોશિયલ મીડિયા પર ચાહકો લતા મંગેશકરના જલ્દી બરાબર થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ટ્વિટર પર હેશટેગ લતા મંગેશકર ટ્રેન્ડ કરે છે.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

તાજેતરમાં જ ઉજવ્યું 90મું જન્મદિવસ
28 સપ્ટેમ્બરના જ લતાએ પોતાનું 90મું જન્મદિવસ ઉજવ્યું હતું. જન્મદિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને સચિન તેંદુલકર સહિત કેટલાય દિગ્ગજો અને લાખો-કરોડો ચાહકોએ તેમને વધામણી આપી હતી. 1000થી વધારે ગીતોને પોતાનો અવાજ આપનારા લતા મંગેશકરને 2001માં ભારત રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK