Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લતા મંગેશ્કર ખરેખર રાનૂ મંડલથી નારાજ છે? તેમણે રાનૂને આપી ખાસ સલાહ

લતા મંગેશ્કર ખરેખર રાનૂ મંડલથી નારાજ છે? તેમણે રાનૂને આપી ખાસ સલાહ

04 September, 2019 12:46 PM IST | મુંબઈ ડેસ્ક

લતા મંગેશ્કર ખરેખર રાનૂ મંડલથી નારાજ છે? તેમણે રાનૂને આપી ખાસ સલાહ

રાનૂ મંડલ, લતા મંગેશકર

રાનૂ મંડલ, લતા મંગેશકર


ઇન્ટરનેટનો ઉપયોગ કરતો કદાચ જ કોઇ વ્યક્તિ હશે જેને રાનૂ મોંડલનું નામ નહીં ખબર હોય. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયો પછી રાનૂ રાતોરાત સ્ટાર બની ગઈ. હિમેશ રેશમિયાએ તેને પોતાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં ગાવાની તક આપી, જેની રેકૉર્ડિંગના વીડિયો પણ વાયરલ થયા. હવે રાનૂના અવાજ પર સ્વર કોકિલા લતા મંગેશ્કરની સલાહ આવી છે. જેના ગીત ગાઈને રાનૂ ઇન્ટરનેટ સેન્સેશન બની છે.




જે વીડિયોએ રાનૂને ઇન્ટરનેટ પર લોકપ્રિય કરી, તેમાં તે લતા મંગેશકરનું શોર ફિલ્મનું ગીત પ્યાર કા નગમા ગાતી હતી. હિંદુસ્તાન ટાઇમ્સની વેબસાઈટની રિપોર્ટ પ્રમાણે, જ્યારે લતાજીને રાનૂ વિશે જણાવવામાં આવ્યું ત્યારે તેમણે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે જો મારા નામ અને કામથી કોઈનું ભલું થતું હોય તો હું મને ખુશનસીબ સમજું છું. તેમણે આગળ કહ્યું કે મને લાગે છે કે કોઇની નકલ કરવી સફળતા અપાવી શકે નહીં. મારા, કિશોર દા, રફી સાહબ, મુકેશ ભાઈ તે આશાના ગીતો ગાવાથી નવોદિતો ગાયકોને અટેન્શન તો મળી જાય છે પણ વધારે સમય ટકતી નથી. લતાજીએ આ નવા કલાકારોને સલાહ આપતાં કહ્યું કે જૂના સિંગર્સના ગીતો ગાવા ઠીક છે, પણ એક સમય પછી તેમણે પોતાની ઓળખ પોતાના ગીતોથી બનાવવી જોઈએ.

આ પણ વાંચો : Sadhana: એક સમયે બોલીવુડમાં ગણાતા હતા સ્ટાઈલ આઈકન


અહીં હિમેશ રેશમિયાએ રાનૂ સાથે વધુ એક ગીત આશિકી મેં તેરી રેકૉર્ડ કર્યું છે. રેકૉર્ડિંગની એક ઝલક બતાવતા હિમેશ રેશમિયાએ લખ્યું છે કે વિતતા દિવસોની સાથે રાનૂજીનો વિશ્વાસ પણ વધતો જાય છે. હેપ્પી હાર્ડી એન્ડ હીરના આશિકી મેં તેરી ગીતનું રિક્રિએશન આ વાત પુરવાર કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 12:46 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK