Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Lal Singh chaddha : કરીના કપૂર પછી આમિર ખાનનો લૂક લીક, જુઓ તસવીરો

Lal Singh chaddha : કરીના કપૂર પછી આમિર ખાનનો લૂક લીક, જુઓ તસવીરો

11 November, 2019 01:31 PM IST | Mumbai Desk

Lal Singh chaddha : કરીના કપૂર પછી આમિર ખાનનો લૂક લીક, જુઓ તસવીરો

Lal Singh chaddha : કરીના કપૂર પછી આમિર ખાનનો લૂક લીક, જુઓ તસવીરો


આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાની શૂટિંગ હાલ ચંદીગઢમાં થઈ રહી છે. થ્રી ઇડિયટ અને તલાશ જેવી ફિલ્મો બાદ કરીના કપૂર ખાન ફરી એકવાર આમિર ખાન સાથે લાલ સિંહ ચડ્ઢામાં સ્ક્રીન શૅર કરવાની છે. આ ફિલ્મમાં કરીના કપૂર આમિર ખાનની લવ ઇન્ટ્રેસ્ટનો રોલ ભજવશે. ગઈકાલે ફિલ્મના સેટ પરથી એક તસવીર આવી હતી, જેમાં કરીના કપૂરનો લાલ સિંહ ચડ્ઢાનો લૂક લીક થઈ ગયો. હવે આજે આ ફિલ્મ માટે આમિર ખાનનો લૂક પણ લીક થઈ ગયો છે.

આમિર આમાં ખૂબ જ સામાન્ય વ્યક્તિ જેવો દેખાય છે. તે સરદારના રૂપમાં છે અને તેણે પાઘડી પણ બાંધી છે. આમિરની દાઢી વધેલી છે અને તેણે પેન્ટ શર્ટ કૅરી કર્યા છે. આમિર આમાં સહેજ જાડો પણ દેખાય ચે. આમિરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.



 
 
 
View this post on Instagram

#AamirKhan as #laalsinghchaddha on the sets in Chandigarh #photooftheday #sunday @anileshmishra01

A post shared by AM - 1 (@anileshmishra01) onNov 10, 2019 at 9:15pm PST


સિમ્પલ છે કરીનાનો લૂક
લાલ સિંહ ચડ્ઢામાં કરીના કપૂર ખાનના લૂકની વાત કરીએ તો બેબોનો લૂક ખૂબ જ સામાન્ય છોકરી જેવો છે. તેણે આછાં ગુલાબી કલરનો કુર્તો અને સફેદ સલવાર પહેરી રાખી છે. કરીનાએ મેકઅપ પણ નથી કર્યો. કરીનાનોઆ લૂક 2016માં આવેલી ફિલ્મ ઉડતાં પંજાબ જેવો છે. ઉડતા પંજાબમાં કરીનાએ એક ડૉક્ટરની ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શાહિદ કપૂર પણ હતો.


 
 
 
View this post on Instagram

Exclusive #kareenakapoor for #laalsinghchaddha shoot in #chandigarh #punjab #sunday #Instalove @anileshmishra01

A post shared by AM - 1 (@anileshmishra01) onNov 10, 2019 at 9:16pm PST

આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

ફૉરેસ્ટ ગંપની હિંદી રીમેક
આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા અદ્વૈત ચંદન નિર્દેશિત કરી રહ્યા છે. આ વૉયકૉમ 18 અને આમિર ખાનના પ્રૉડક્શનમાં બનાવવામાં આવી રહી છે. લાલ સિંહ ચડ્ઢા વર્ષ 1994માં આવેલી ફિલ્મ ફૉરેસ્ટ ગંપની હિન્દી રિમેક છે આ ફિલ્મ આવતાં વર્ષે ક્રિસમસની આસપાસ રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 01:31 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK