Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Laal Singh Chaddha : આમિર ખાને ફર્સ્ટ લૂક શૅર કરીને જણાવી રિલીઝ ડેટ

Laal Singh Chaddha : આમિર ખાને ફર્સ્ટ લૂક શૅર કરીને જણાવી રિલીઝ ડેટ

06 November, 2019 02:38 PM IST | Mumbai Desk

Laal Singh Chaddha : આમિર ખાને ફર્સ્ટ લૂક શૅર કરીને જણાવી રિલીઝ ડેટ

Laal Singh Chaddha : આમિર ખાને ફર્સ્ટ લૂક શૅર કરીને જણાવી રિલીઝ ડેટ


ઠગ્સ ઑફ હિંદોસ્તાન પછી આમિર ખાન લાલ સિંહ ચડ્ઢા દ્વારા મોટા પડદા પર કમબૅક કરશે. આમિરે અધિકારિક રૂપે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તેની માટે એક મોશન પોસ્ટર શૅર કર્યું છે.

આમિર ખાને મોશન પોસ્ટર શૅર કરીને સાથે લખ્યું છે કે, "શું ખબર આપણામાં છે એક સ્ટોરી, કે પછી સ્ટોરીમાં આપણે. મોશન પોસ્ટરમાં ખુલા નીળા આકાશમાં એક પંખ ઉડતું બતાવવામાં આવ્યું છે અને રિલીઝ ડેટ જણાવવામાં આવી છે ક્રિસમસ 2020." ફિલ્મને અદ્વૈત ચંદન નિર્દેશિત કરી રહ્યા છે, જે આ પહેલા આમિર ખાન માટે સીક્રેટ સુપરસ્ટાર બનાવી ચૂક્યા છે. સીક્રેટ સુપરસ્ટાર કમર્શિયલ અને ક્રિટિકલી સફળ ફિલ્મ હતી. લાલ સિંહ ચડ્ઢા હોલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પનું રિમેક નથી, જો કે તેનાથી આ પ્રેરિત છે.



ફૉરેસ્ટ ગમ્પ 1994માં આવી હતી, જેનું નિર્દેશન રૉબર્ટ જેમેકિસે કર્યું હતું. ટૉમ હૅક્સે ફિલ્મમાં લીડ રોલ ભજવ્યું હતું. ફિલ્મ 1986માં આવ્યા વિંસ્ટન ગ્રૂમની નૉવેલ પર આધારિત હતી. ફિલ્મની સ્ટોરી એક એવા વ્યક્તિની આસપાસ ફરે છે, જે સ્લો-વિટેડ એટલે કે વધારે ચાલાક નથી, પણ મનનો સાફ છે.


લાલ સિંહ ચડ્ઢામાં કરીના કપૂર ફીમેલ લીડ રોલમાં છે, જે 2012ની ફિલ્મ તલાશ પછી આમિર સાથે રીયૂનાઇટ થઈ રહી છે. આ પહેલા હિન્દી સિનેમાની આઇકૉનિક ફિલ્મ 3 ઇડિયટ્સમાં કરીના આમિરની સાથે દેખાઇ ચૂકી હતી.


લાલ સિંહ ચડ્ઢાના પાત્રમાં આમિર ખાનને જોવું ઘણું રસપ્રદ રહેશે. આમિરે પોતાના પાત્રો સાથે સતત પ્રયોગ કરતો રહે છે. 3 ઇડિયટ્સ, પીકે, દંગલ જેવી ફિલ્મો દ્વારા આમિર ખાને પોતાની એક્ટિંગ રેન્જ દર્શાવી છે. દરમિયાન ધૂમ 3 અને ઠગ્સ ઑફ હિંદોસ્તાન જેવી ફિલ્મો પણ કરી.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

2018માં આવેલી ઠગ્સ ઑફ હિંદોસ્તાન જો કે આશાઓ પ્રમાણે ચાલી ન હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આમિર ખાનની આ સૌથી મોટી અસફળતા રહી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફાતિમા સના શેખ અને કેટરીના કૅફે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. હવે લાલ સિંહ ચડ્ઢા દ્વારા એકવાર ફરી આશા છે કે આમિર પોતાના ચાહકોને ક્રિસમસની સારી ગિફ્ટ આપશે.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2019 02:38 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK