Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > લાલ ઇશ્કમાં ઝલકના ચહેરા પરનો જે ડર છે એ સાચો છે

લાલ ઇશ્કમાં ઝલકના ચહેરા પરનો જે ડર છે એ સાચો છે

18 November, 2019 11:39 AM IST | Mumbai

લાલ ઇશ્કમાં ઝલકના ચહેરા પરનો જે ડર છે એ સાચો છે

ઝલક દેસાઈ

ઝલક દેસાઈ


ઍન્ડટીવી પર આવતી સુપરનૅચરલ અને ભૂતાવળ ઘટનાઓને સાંકળતી સિરિયલ ‘લાલ ઇશ્ક’ની એક વાર્તા પર ઝલક દેસાઈ અને પરિચય શર્માને પસંદ કરવામાં આવ્યાં એ આમ તો જૂની વાત થઈ ગઈ છે, પણ ઝલક અને પરિચય હમણાં એ સ્ટોરીનું શૂટ પૂરું કરીને પાછાં આવ્યાં. શૂટ જંગલમાં કરવાનું હતું. આ શૂટ દરમ્યાન ઝલકને જંગલના એવા-એવા અનુભવ થયા કે એ સાંભળીને તમારા પણ રૂંવાડાં ઊભાં થઈ જાય. જીવાતો સતત હવામાં ઊડતી હતી અને નાગ પગમાં આવતા હતા. એવી અવસ્થામાં શૂટ કરનારી ઝલકના ચહેરા પર સતત ડર પથરાયેલો રહેતો હતો. ઝલક કહે છે, ‘મને આમ પણ આવા વાતાવરણમાં બહુ બીક લાગે અને એમાં મારે મારું કૅરૅક્ટર પણ આવી જગ્યાએ ગભરાતી હોય એવી યુવતીનો કરવાનો હતો. મારે ગભરાટ માટે કંઈ કરવું જ નહોતું પડતું. આમ પણ મને અતિશય ડર લાગતો હતો. મને ભાગી જવાનું મન થતું હતું, પણ મારી પાસે ભાગી જવાનો કોઈ વિકલ્પ નહોતો એટલે સામનો કરીને ડરમાંથી બહાર નીકળવા સિવાય મારી પાસે કોઈ છૂટકો નહોતો.’
‘લાલ ઇશ્ક’માં એવી પ્રેમકથાઓને લેવામાં આવે છે જે ભૂતાવળ અને દૈવી કે અલૌકિક શક્તિઓની ઓથમાં સચવાયેલી રહી છે અને કાં તો સચવાઈ હતી. ‘લાલ ઇશ્ક’ શનિ-રવિવારે રાતે ૧૦ વાગ્યે ઍન્ડટીવી પર આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 11:39 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK