ક્યા યહી સચ હૈ : ભ્રષ્ટાચારી સિસ્ટમ વિરુદ્ધ એક પ્રામાણિક પોલીસ-ઑફિસર

Published: 28th December, 2011 05:48 IST

ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર વાય.પી. સિંહની તેમના પુસ્તક પરની ફિલ્મ ‘ક્યા યહી સચ હૈ’ આ શુક્રવારથી સિનેમાઘરોમાંકાસ્ટ : અશોક બેનીવાલ, બૉબી વત્સ, નીલેશ મલ્હોત્રા અને રાજુ માવાણી

પ્રોડ્યુસર : પુષ્પા સિંહ

ડિરેક્ટર : વાય. પી. સિંહ

સંગીતકાર : સંતોષ આનંદ અને વિશાલ ખુરાના

ભૂતપૂર્વ આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર વાય. પી. સિંહે તેમના અનુભવો પર લખેલી બુક ‘કાર્નેજ બાય ઍન્જલ્સ’ પરથી તેમણે ‘ક્યા યહી સચ હૈ’ સાથે બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે પ્રવેશ કર્યો છે. પોલીસ-અધિકારીઓની આપણી સિસ્ટમમાં કેવી પરિસ્થિતિ છે અને એમાં પણ જો તે પ્રામાણિક પોલીસ-ઑફિસર હોય તો તેણે કેવા પ્રકારના સંજોગોમાંથી પસાર થવું પડતું હોય છે એ વિષયને તેમણે ધ્યાનમાં રાખ્યો છે.

એક પ્રામાણિક ઑફિસર જ્યારે નાના શહેર કે ગામમાં કામ કરતો હોય ત્યાંથી તેને મુંબઈમાં ટ્રાન્સફર આપવામાં આવે છે અને ક્યારેય ભ્રષ્ટાચાર ન કરવાના લીધેલા નિયમને પોતે હંમેશાં વળગી રહેવા માગે છે. જોકે શહેરમાં કાનૂની વ્યવસ્થા કોઈ રીતે માત્ર એક ઑફિસરના હાથમાં નથી હોતી અને રાજકારણીઓ કે વગદાર લોકો તેમના ઇશારાઓ પર આખી ફોર્સને કન્ટ્રોલ કરતા હોય છે એ જાણીને તે આ પ્રકારની સિસ્ટમને તાબે થવા નથી માગતો. જોકે ત્યારે તેના આ નિર્ણયમાં તે કેટલો અડગ રહી શકે છે અને એક ઉચ્ચ અધિકારી હોવા છતાં તેની લડત કેવા-કેવા સંજોગોમાંથી તેને પસાર કરાવે છે એ બાબત આ ફિલ્મમાં બતાવવામાં આવશે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK