Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કુશલ ટંડન અને કરણ જોટવાણી ઑનસ્ક્રીન ભાઈ બનશે

કુશલ ટંડન અને કરણ જોટવાણી ઑનસ્ક્રીન ભાઈ બનશે

08 November, 2019 11:43 AM IST | Mumbai

કુશલ ટંડન અને કરણ જોટવાણી ઑનસ્ક્રીન ભાઈ બનશે

કુશલ ટંડન

કુશલ ટંડન


 સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ અલ્ટ બાલાજીના નવા શોમાં છેલ્લે ઝી ટીવીના આપ કે આ જાને સેમાં દેખાયેલો અભિનેતા કરણ જોટવાણી અને સોની પર આવતી બેહદનો અર્જુન શર્મા કુશલ ટંડન સાથે દેખાશે. એકતા કપૂરના આ નવા શોમાં કરણ કુશલના નાના ભાઈના રોલમાં જોવા મળશે.
મસૂરીની પહાડીઓમાં શૂટ થનારા આ શોમાં એક મુસ્લિમ પરિવારની વાત હશે. કહેવાઈ રહ્યું છે કે આ શો એકતા કપૂરની જ આમના શરીફ અને રાજીવ ખંડેરવાલ અભિનીત સિરિયલ કહીં તો હોગાનો રીમેક હશે. જોકે લાગી રહ્યું છે કે સંપૂર્ણ રીમેકના બદલે એનો માત્ર બેઝ એકતા કપૂરે લીધો હોય. અલ્ટ બાલાજી પર રિલીઝ થનારા આ શોનું હજી નામ ફાઇનલ નથી થયું પરંતુ ટેલિવિઝનના જાણીતા કલાકારો જોડાયા હોવાથી ચર્ચામાં છે.
મેઇન ફીમેલ કૅરૅક્ટરમાં અભિનેત્રી હિબા પટેલ જોવા મળશે.
કરણ જોટવાણી બડે અચ્છે લગતે હૈં, ગુમરાહ, લૌટ આઓ ત્રિશા સહિતની સિરિયલોમાં નાનામોટા રોલ કરી ચૂક્યો છે તો કુશલ ટંડન એક હઝારોં મેં મેરી બહેના હૈ ઉપરાંત બિગ બૉસ સહિતના રિયલિટી શોમાં દેખાઈ ચૂક્યો છે. તે કરણ જોટવાક્ણી સાથેના આ શો ઉપરાંત બેહદની બીજી સીઝનમાં પણ દેખાશે.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2019 11:43 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK