Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સિટીમાં કુંડલી ભાગ્ય અને રુરલ એરિયામાં બંદિની નંબર વન

સિટીમાં કુંડલી ભાગ્ય અને રુરલ એરિયામાં બંદિની નંબર વન

08 November, 2019 11:22 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સિટીમાં કુંડલી ભાગ્ય અને રુરલ એરિયામાં બંદિની નંબર વન

કુંડલી ભાગ્ય

કુંડલી ભાગ્ય


બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગયા વીકે ઝીટીવીની ‘કુંડલી ભાગ્ય’ બધી ડેઇલી સોપમાં સૌથી આગળ રહી હતી તો રુરલ એરિયામાં દંગલ ચૅનલની ‘બંદિની’એ બાજી મારી હતી અને બધા શોને પાછળ છોડી દીધા હતા. સિટી એરિયામાં ‘કુંડલી ભાગ્ય’ સિવાય બીજા નંબરે કલર્સ ચૅનલની ‘છોટી સરદારની’ અને ત્રીજા નંબરે સબ ટીવીની ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ રહી હતી. રુરલ એરિયાની વાત કરીએ તો પહેલા નંબરે ‘બંદિની’ હતી તો એ પછીના પાંચેપાંચ ક્રમ પર દંગલ ચૅનલના જ પાંચ શો રહ્યા હતા. બીજા નંબરે ‘મહિમા શનિદેવ કા’ અને ત્રીજા ક્રમે ‘દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ’ રહ્યા હતા.ભાગ્યે જ એવું બનતું હોય છે કે કોઈ એક જ ચૅનલના પાંચ શો એકથી પાંચ ક્રમે આવતા હોય, પણ લાસ્ટ વીકે દંગલ ચૅનલ સાથે એવું બન્યું અને એના પાંચ શો દેશના અંતરિયાળ વિસ્તારમાં જોવાતા ટોચના પાંચ શો બન્યા.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2019 11:22 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK