કુંડળી ભાગ્ય એક્ટ્રેસ પ્રીતાએ ટૉવેલમાં કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

Published: 22nd November, 2020 15:38 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

તાજેતરમાં શ્રદ્ધા આર્યાના ડાન્સનો એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જે ઘણી ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં તે ટૉવેલ ડાન્સ કરી રહી છે.

શ્રદ્ધા આર્યા
શ્રદ્ધા આર્યા

કુંડલી ભાગ્ય (Kundali Bhagya) શૉ દર્શકોને ઘણો પસંદ આવે છે અને આ શૉની ટીઆરપીમાં પણ ટૉપ 5માં સૌથી આગળ રહે છે. શૉમાં મુખ્ય ભૂમિકા બજવનારી પ્રીતા (Preeta) એટલે શ્રદ્ધા આર્યા (Shraddha Aryua) વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ અને ગ્લેમરસ છે. તે હંમેશા પોતાની સુંદર તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે અને સતત ચર્ચામાં પણ રહે છે. તાજેતરમાં એક્ટ્રેસના ડાન્સનો એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જે ઘણી ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં તે ટૉવેલ ડાન્સ કરી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Shraddha Arya (@sarya12)

શૉમાં સંસ્કારી વહુનો રોલ ભજવનારી શ્રદ્ધા આર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, આ વીડિયોમાં તે પિયા પિયા ઓ પિયા પિયા, (હર દિલ જો પ્યાર કરેગા)ની ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. ડાન્સમાં એનો સાથ એની સહેલીઓ આપી રહી છે. એક્ટ્રેસે વીડિયોમાં ટૉવેલ પહેર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ વીડિયોમાં શ્રદ્ધા આર્યા ઘણી બૉલ્ડ નજર આવી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Shraddha Arya (@sarya12)

ફૅન્સ આ વીડિયો પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. જોકે આ વીડિયો લેટેસ્ટ નથી પરંતુ હાલ આ વીડિયોને લોકોએ ઘણો જોયો છે અને પસંદ પણ કર્યો છે. જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યા વાસ્તિવક જીવનમાં ઘણી સ્ટાઈલિશ અને સેક્સી છે. તેમના પ્રશંસકોની સૂચિ લાંબી છે, આ કારણથી એમની તસવીરો અને વીડિયોઝ પર ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

એક્ટ્રેસ શ્રદ્ધા ટેલિવિઝન દુનિયા માટે કોઈ નવો ચહેરો નથી, કારણકે આની પહેલા પણ તે ઘણી સીરિયલ્સમાં પણ નજર આવી ચૂકી છે. આની પહેલા શ્રદ્ધા આર્યા મેં લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાખી અને ડ્રીમ ગર્લ જેવી સીરિયલ્સમાં નજર આવી ચૂકી છે. શ્રદ્ધાએ વર્ષ 2018માં મોટા બિઝનેસમેન જયંત સાથે ધૂમધામ સગાઈ કરી હતી. સગાઈ બાદ જ જયંતે તેમની સામે એક શરત મૂકી હતી કે હવે તેમણે પોતાનું ટીવી કરિયર છોડી દેવું જોઈએ. પરંતુ એક્ટ્રેસે પોતાના કરિયરની પસંદગી કરતા જયંત સાથે સગાઈ તોડી નાખી હતી. આ સમયે તે એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી તરીકે ઓળખાય છે.

  • 1/21
    એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાનો જન્મ 17 ઑગસ્ટ 1987એ દિલ્હીમાં થયો હતો.

    એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાનો જન્મ 17 ઑગસ્ટ 1987એ દિલ્હીમાં થયો હતો.

  • 2/21
    શ્રદ્ધા આર્યા દિલ્હીની રહેવાસી છે અને તેને પરિવાર સાથે સમય પસાર કરવો ઘણો પસંદ છે.

    શ્રદ્ધા આર્યા દિલ્હીની રહેવાસી છે અને તેને પરિવાર સાથે સમય પસાર કરવો ઘણો પસંદ છે.

  • 3/21
    શ્રદ્ધા ઈન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર ટેલેન્ટ શૉમાં હિસ્સો લેવા 2005માં દિલ્હીથી મુંબઈ આવી ગઈ હતી.

    શ્રદ્ધા ઈન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર ટેલેન્ટ શૉમાં હિસ્સો લેવા 2005માં દિલ્હીથી મુંબઈ આવી ગઈ હતી.

  • 4/21
    શ્રદ્ધા પહેલીવાર 2000માં 'સોનિયે હીરિયે' પંજાબી સૉન્ગના વીડિયોમાં પણ નજર આવી હતી.

    શ્રદ્ધા પહેલીવાર 2000માં 'સોનિયે હીરિયે' પંજાબી સૉન્ગના વીડિયોમાં પણ નજર આવી હતી.

  • 5/21
    શ્રદ્ધાને પોતાના પોતાના જોરદાર પર્ફોમન્સ માટે ઘણી વાર એવૉર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

    શ્રદ્ધાને પોતાના પોતાના જોરદાર પર્ફોમન્સ માટે ઘણી વાર એવૉર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

  • 6/21
    વર્ષ 2007માં તે તેલુગુ ફિલ્મ 'ગોડવા'થી ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂકી છે.

    વર્ષ 2007માં તે તેલુગુ ફિલ્મ 'ગોડવા'થી ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂકી છે.

  • 7/21
    એટલું જ નહીં શ્રદ્ધા આર્યાએ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'નિશબ્દ'માં પણ એક રોલ ભજવ્યો હતો.

    એટલું જ નહીં શ્રદ્ધા આર્યાએ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'નિશબ્દ'માં પણ એક રોલ ભજવ્યો હતો.

  • 8/21
    શ્રદ્ધા આર્યાને ખરી ઓળખ એની પહેલી સીરિયલ 'મેં લક્ષ્મી તેરે આંગન કી'થી મળી છે.

    શ્રદ્ધા આર્યાને ખરી ઓળખ એની પહેલી સીરિયલ 'મેં લક્ષ્મી તેરે આંગન કી'થી મળી છે.

  • 9/21
    બાદ 'તુમ્હારી પાખી'માં એણે પૉઝિટીવ અને નેગેટિવ બન્ને પ્રકારનો રોલ ભજવ્યો હતો.

    બાદ 'તુમ્હારી પાખી'માં એણે પૉઝિટીવ અને નેગેટિવ બન્ને પ્રકારનો રોલ ભજવ્યો હતો.

  • 10/21
    હાલ શ્રદ્ધા આર્યા 'કુંડલી ભાગ્ય' સીરિયલમાં નજર આવી ચૂકી છે.

    હાલ શ્રદ્ધા આર્યા 'કુંડલી ભાગ્ય' સીરિયલમાં નજર આવી ચૂકી છે.

  • 11/21
    શ્રદ્ધા આર્યાએ હાલમાં જ લૉકડાઉન બાદ ફરીથી શૉની શૂટિંગ કરી છે.

    શ્રદ્ધા આર્યાએ હાલમાં જ લૉકડાઉન બાદ ફરીથી શૉની શૂટિંગ કરી છે.

  • 12/21
    શ્રદ્ધા સોશિયલ મીડિયા પર સતત પોતાના ફૅન્સ સાથે જોડાયેલી રહે છે.

    શ્રદ્ધા સોશિયલ મીડિયા પર સતત પોતાના ફૅન્સ સાથે જોડાયેલી રહે છે.

  • 13/21
    શ્રદ્ધા આર્યાને કુંડલી ભાગ્ય અને કુમકુમ ભાગ્યમાં ડૉક્ટરનો રોલ મળ્યો હતો, આ પાત્ર ભજવ્યા બાદ તે સતત ચર્ચામાં રહી હતી.

    શ્રદ્ધા આર્યાને કુંડલી ભાગ્ય અને કુમકુમ ભાગ્યમાં ડૉક્ટરનો રોલ મળ્યો હતો, આ પાત્ર ભજવ્યા બાદ તે સતત ચર્ચામાં રહી હતી.

  • 14/21
    નિશબ્દ ફિલ્મ સિવાય શ્રદ્ધા પાઠશાલા ફિલ્મનો પણ હિસ્સો રહી હતી.

    નિશબ્દ ફિલ્મ સિવાય શ્રદ્ધા પાઠશાલા ફિલ્મનો પણ હિસ્સો રહી હતી.

  • 15/21
    શ્રદ્ધા હિન્દી ફિલ્મો સિવાય પંજાબી, કન્નડ, મલાયલમ, તામિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    શ્રદ્ધા હિન્દી ફિલ્મો સિવાય પંજાબી, કન્નડ, મલાયલમ, તામિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

  • 16/21
    શ્રદ્ધા આર્યાને સિનેમામાં તેમના પ્રશંસનીય કાર્ય બદલ તેમને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 

    શ્રદ્ધા આર્યાને સિનેમામાં તેમના પ્રશંસનીય કાર્ય બદલ તેમને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 

  • 17/21
    દિલ્હીમાં જન્મેલી શ્રદ્ધાએ મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

    દિલ્હીમાં જન્મેલી શ્રદ્ધાએ મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

  • 18/21
    હાલમાં જ શ્રદ્ધા આર્યા પોતાના અપકમિંગ મ્યૂઝિક વીડિયોને લઈને ચર્ચામાં રહી છે.

    હાલમાં જ શ્રદ્ધા આર્યા પોતાના અપકમિંગ મ્યૂઝિક વીડિયોને લઈને ચર્ચામાં રહી છે.

  • 19/21
    કહેવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસ કાર ગબરૂ દી બાદ હજી એક મ્યૂઝિક વીડિયોનો હિસ્સો બનવા જઈ રહી છે.

    કહેવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસ કાર ગબરૂ દી બાદ હજી એક મ્યૂઝિક વીડિયોનો હિસ્સો બનવા જઈ રહી છે.

  • 20/21
    એ સિવાય શ્રદ્ધા પોતાના ગ્લેમરસ અવતાર અને પોતાની સેક્સી તસવીરોના કારણે ઘણી વાર ચર્ચાનો વિષય બની જાય છે.

    એ સિવાય શ્રદ્ધા પોતાના ગ્લેમરસ અવતાર અને પોતાની સેક્સી તસવીરોના કારણે ઘણી વાર ચર્ચાનો વિષય બની જાય છે.

  • 21/21
    સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનારી શ્રદ્ધા પોતાના ફૅન્સ સાથે પોતાની સુંદર તસવીરો શૅર કરતી રહે છે.

    સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનારી શ્રદ્ધા પોતાના ફૅન્સ સાથે પોતાની સુંદર તસવીરો શૅર કરતી રહે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK