Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > કુણાલ રૉય કપૂર અને સૅન્ડવિચ્ડ ફૉરેવરના સમીર વચ્ચે શું સામ્ય છે?

કુણાલ રૉય કપૂર અને સૅન્ડવિચ્ડ ફૉરેવરના સમીર વચ્ચે શું સામ્ય છે?

30 December, 2020 05:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુણાલ રૉય કપૂર અને સૅન્ડવિચ્ડ ફૉરેવરના સમીર વચ્ચે શું સામ્ય છે?

કુણાલ રૉય કપૂર અને સૅન્ડવિચ્ડ ફૉરેવરના સમીર વચ્ચે શું સામ્ય છે?


વિવિધ જોનરના શો અને ફિલ્મો રિલીઝ કર્યા બાદ સોની લિવ પર ‘સૅન્ડવિચ્ડ ફૉરેવર’ નામનો કૉમેડી શો રજૂ થયો છે. ‘સૅન્ડવિચ્ડ ફૉરેવર’માં નવાસવા પરણેલા કપલની વાત છે જે હંમેશ માટે પોતાનાં સાસરિયાંઓ વચ્ચે સૅન્ડવિચ થઈ જાય છે અને એને લીધે કૉમિક સ્થિતિ સર્જાય છે. શોમાં ‘દિલ્હી બેલી’ અને ‘બંદિશ બૅન્ડિટ્સ’ ફેમ કુણાલ રૉય કપૂર અને ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ ફેમ આહના કુમરા લીડ રોલમાં છે તેમ જ અતુલ કુલકર્ણી, ઝાકિર હુસેન, લુબના સલીમ, દિવ્યા સેઠ શાહ જેવા જાણીતા કલાકારો ઇન-લૉઝ બન્યા છે. કુણાલ જે પાત્ર ભજવી રહ્યો છે એનું નામ સમીર છે. સમીર ઘરેથી કામ કરતો એક ફ્રીલાન્સ ગેમના પાત્રમાં છે.

કુણાલનું કહેવું છે કે ‘સૅન્ડવિચ્ડ ફૉરેવર’માં સમીર એકદમ મારા જેવો છે. હું તેની જેમ આળસુ છું અને આજનું કામ કાલ પર ટાળ્યા કરું છું. જોકે અમે જે કામ કરીએ છીએ એ દિલથી કરીએ છીએ. ખાસ તો રમૂજી બાબત એ છે કે અમને બન્નેને યલો બૉક્સર પહેરવાનું ગમે છે!’


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2020 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK