Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કુમુદ મિશ્રા અને શારીબ હાશમી મિશન મજનૂમાં જોવા મળશે

કુમુદ મિશ્રા અને શારીબ હાશમી મિશન મજનૂમાં જોવા મળશે

08 February, 2021 10:53 AM IST | Mumbai
Mumbai Correspondent

કુમુદ મિશ્રા અને શારીબ હાશમી મિશન મજનૂમાં જોવા મળશે

કુમુદ મિશ્રા અને શારીબ હાશમી મિશન મજનૂમાં જોવા મળશે

કુમુદ મિશ્રા અને શારીબ હાશમી મિશન મજનૂમાં જોવા મળશે


કુમુદ મિશ્રા અને શારીબ હાશમી પણ હવે ‘મિશન મજનૂ’માં જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાએ આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં શરૂ કરી દીધું છે. ડિરેક્ટર શાંતનુ બાગચીની આ ફિલ્મને રૉની સ્ક્રૂવાલા, અમર બુટાલા અને ગરિમા મેહતા પ્રોડ્યુસ કરી રહ્યાં છે. કુમુદ મિશ્રાએ ‘ફિલ્મીસ્તાન’, ‘જૉલી એલ.એલ.બી.’, ‘થપ્પડ’, ‘આર્ટિકલ 15’ અને ‘ઍરલિફ્ટ’માં કામ કર્યું છે. તો શારીબે ‘સ્લમડૉગ મિલ્યનેર’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. તેણે ‘ફિલ્મીસ્તાન’, ‘જબ તક હૈ જાન’ અને ‘ધ ફૅમિલી મૅન’માં કામ કર્યું છે. તેમના અભિનયને જોતાં જ RSVP અને ગિલ્ટી બૉય અસોસિએશન પ્રોડક્શને તેમને ‘મિશન મજનૂ’માં રોલ ઑફર કર્યો છે. જોકે તેમના પાત્ર વિશે વધુ માહિતી નથી મળી શકી. ફિલ્મમાં કામ કરવાને લઈને ઉત્સાહિત કુમુદે કહ્યું હતું કે ‘હું આ મનોરંજક સ્ટોરીનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું.’
તો બીજી તરફ શારીબે કહ્યું હતું કે ‘હું ‘મિશન મજનૂ’માં કામ કરવા માટે આતુર છું. હું ફિલ્મની સ્ટોરીથી ખૂબ પ્રભાવિત થયો છું. આ ફિલ્મ દેશભક્તિ અને વીરતા પર આધારિત છે. આ ફિલ્મના માધ્યમથી રૉ એજન્ટની મહેનતને સેલિબ્રેટ કરીને હું સન્માનિત અનુભવી રહ્યો છું.’
આ ફિલ્મ પાકિસ્તાનની ધરતી પર ભારતના સૌથી મહત્ત્વાકાંક્ષી રૉ ઑપરેશન પર આધારિત છે. ૧૯૭૦ની રિયલ સ્ટોરીથી આ ફિલ્મ પ્રેરિત છે. આ બન્ને ઍક્ટર્સનું સ્વાગત કરતાં શાંતનુ બાગચીએ કહ્યું હતું કે ‘અમે આ ફિલ્મમાં શારીબ અને કુમુદનું સ્વાગત કરીએ
છીએ. એક ડિરેક્ટર તરીકે હું એ ખાતરી આપવા માગું છું કે આ પ્રતિભાશાળી કલાકારોની હાજરીથી ફિલ્મની સ્ક્રિપ્ટ વધુ સશક્ત બનશે.’


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2021 10:53 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK