તારે ઝમીં પરની હોસ્ટ બની છોટી કુલ્ફી

Published: 27th October, 2020 13:10 IST | Rashmin Shah | Mumbai

કુલ્ફીકુમાર બાજેવાલાની ચાઇલ્ડ આર્ટિસ્ટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ચૅનલે આકૃતિ શર્માને શોના ઍન્કરિંગની જવાબદારી સોંપી

આકૃતિ શર્મા
આકૃતિ શર્મા

બીજી નવેમ્બરથી સ્ટાર પ્લસ પર શરૂ થનારા સિન્ગિંગ રિયલિટી શો ‘તારે ઝમીં પર’ના હોસ્ટમાં તમને બીજું કોઈ નહીં, પણ ૭ વર્ષની આકૃતિ શર્મા જોવા મળવાની છે. આકૃતિ આ શો કૉમેડિયન સુગંધા મિશ્રા સાથે હોસ્ટ કરશે. આકૃતિ આ અગાઉ સ્ટાર પ્લસના જ શો ‘કુલ્ફીકુમાર બાજેવાલા’માં છોટી કુલ્ફી તરીકે જોવા મળી હતી. એ કૅરૅક્ટરમાં આકૃતિ ઑડિયન્સને એ સ્તરે ગમી ગઈ કે સ્ટાર પ્લસના સોશ્યલ મીડિયા પર સતત આકૃતિ માટે ડિમાન્ડ આવતી અને એટલે જ જ્યારે બાળકોના શોની વાત આવી કે તરત જ ચૅનલના ક્રીએટિવને સૌથી પહેલાં આકૃતિ યાદ આવી અને આકૃતિ આટલી નાની ઉંમરે પોતાની લાઇફના પહેલા શોને હોસ્ટ કરવા તૈયાર થઈ. આકૃતિ માટે આ કામ બિલકુલ નવું છે. આકૃતિ કહે છે, ‘શો માટે મને સુગંધા મિશ્રા બહુ હેલ્પ કરે છે. ઘણી વાર મારા કારણે તેમણે મોડે સુધી કામ કરવું પડે છે, પણ તેમને તો પણ વાંધો નથી હોતો. મારી ઇચ્છા છે કે શો શરૂ થયા પછી હું અમારા મેન્ટર શંકર મહાદેવન પાસેથી મ્યુઝિક શીખું.’

શોમાં ટોની કક્કડ અને જોનીતા ગાંધી પણ શંકર મહાદેવન સાથે મેન્ટર છે. શોની સૌથી મોટી વાત જો કોઈ હોય તો એ કે એમાં કોઈ કન્ટેસ્ટન્ટનું ઍલિમિનેશન નહીં થાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK