Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હું ક્યાંય નથી જવાનો અને જઈશ તો ગાઈ-વગાડીને કહીશ: મોહિત મલિક

હું ક્યાંય નથી જવાનો અને જઈશ તો ગાઈ-વગાડીને કહીશ: મોહિત મલિક

10 October, 2019 02:55 PM IST | રાજકોટ

હું ક્યાંય નથી જવાનો અને જઈશ તો ગાઈ-વગાડીને કહીશ: મોહિત મલિક

મોહિત મલિક

મોહિત મલિક


સ્ટાર પ્લસ પર હિટ રહેલી ‘કુલ્ફીકુમાર બાજેવાલા’ની વાર્તામાં જમ્પ લાવીને દસ વર્ષનો સમયગાળો પાર કરવાની વાત શરૂ થઈ ત્યારથી એવી વાતો શરૂ થઈ કે મોહિત હવે શો છોડશે પણ એવું કશું નથી એની સ્પષ્ટતા મોહિત મલિક એટલે કે સિરિયલના સિકંદરે કરી હતી અને કહ્યું હતું કે હું ક્યાંય નથી જવાનો અને અત્યારે હું શો સાથે જોડાયેલો જ છું. જો હું શો છોડીશ તો એની અફવાઓ નહીં ચાલે, હું પોતે સામે આવીને કહીશ કે મેં શો છોડી દીધો છે.

‘કુલ્ફીકુમાર બાજેવાલા’ સ્ટાર પ્લસની હિટ સિરિયલ પૈકીની એક ડેઇલી સોપ છે. બાપથી છૂટી પડી ગયેલી દીકરીની એમાં વાત કરવામાં આવી છે. મોહિતનું સિકંદરવાળું કૅરૅક્ટર ખૂબ જ પૉપ્યુલર થયું હતું તો સાથોસાથ કુલ્ફીકુમાર બનતી આકૃતિ શર્માનું કૅરૅક્ટર પણ પૉપ્યુલર થઈ જતાં સિરિયલ લંબાવવામાં આવી. હવે આગળના ટ્રૅકમાં કશું નવું કરવાનું રહેતું નહીં હોવાથી સિરિયલમાં દસ વર્ષનો જમ્પ લઈને આકૃતિને મોટી કરવા વિશે વિચારવામાં આવી રહ્યું છે.



આ પણ વાંચો : અમેરિકન વેબ-સિરીઝ સ્ટાર ટ્રૅકઃ ડિસ્કવરીમાં આદિલ હુસૈન


જો દીકરી મોટી થાય તો બાપે પણ મોટા થવું પડે અને જો એવું બને તો સિકંદરે કાં તો બુઢ્ઢા દેખાવું પડે અને કાં તો તેને મારવો પડે. બુઢ્ઢો દેખાવા સિકંદર એટલે કે મોહિત મલિક તૈયાર નહીં હોવાથી એ શો છોડશે એવી વાતો ફેલાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2019 02:55 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK