Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં કુછ કુછ હોતા હૈની થશે સ્પેશ્યલ સ્ક્રીનિંગ

ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં કુછ કુછ હોતા હૈની થશે સ્પેશ્યલ સ્ક્રીનિંગ

13 July, 2019 05:14 PM IST | મુંબઈ

ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં કુછ કુછ હોતા હૈની થશે સ્પેશ્યલ સ્ક્રીનિંગ

કુછ કુછ હોતા હેૈ

કુછ કુછ હોતા હેૈ


ઑસ્ટ્રેલિયાનાં મેલબર્નમાં આયોજિત થનાર દસમા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં ‘કુછ કુછ હોતા હૈ’ની સ્પેશ્યલ સ્ક્રીનિંગ થવાની છે. શાહરુખ ખાન, રાની મુખરજી અને કાજોલની આ ફિલ્મ ૧૯૯૮ની ૧૬ ઑક્ટોબરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને કરણ જોહરે ડિરેક્ટ કરી હતી.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ



૮ ઑગસ્ટથી શરૂ થનાર ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન ૧૭ ઑગસ્ટ સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં કરણ જોહર ઑસ્ટ્રેલિયાની ઑડિયન્સ સાથે ફિલ્મો વિશે ચર્ચા કરશે. શાહરુખ ખાન આ ફેસ્ટિવલમાં ચીફ ગૅસ્ટ તરીકે હાજરી આપશે. આ ફિલ્મ વિશે કરણ જોહરે કહ્યું હતું કે ‘મારી ૨૦ વર્ષની આ જર્ની, સ્ટોરી કહેવા માટે અત્યાર સુધીનો મેં જે સમય પસાર કર્યો અને સ્ટોરી કહેવાની મારી પાસે જે સ્વતંત્રતા છે એ બધા માટે આ એક રિવૉર્ડ સમાન છે. ફિલ્મ મેકિંગ મારો પૅશન છે. સિનેમા પ્રતિ મને ભરપૂર પ્રેમ છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે દાયકા પસાર કરવા મારા માટે ખૂબ સંતોષજનક રહ્યાં છે. આ ફેસ્ટિવલમાં મેં પહેલા પણ હાજરી આપી છે અને મને અહીં આવવું ગમે છે. ઇન્ડિયન સિનેમાને સેલિબ્રેટ કરવાની મને આ તક મળતાં હું ખૂબ જ ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2019 05:14 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK