વર્ષ 2020માં કેટલાય બૉલીવુડ સિતારાઓએ લગ્ન કર્યા અને આ સિલસિલો 2021માં પણ ચાલુ છે. હવે બાળ કલાકાર તરીકે ખૂબ જ જાણીતા થયેલા અભિનેતા પરઝાન દસ્તૂરે લગ્ન કરી લીધા છે. તેમણે પોતાની લૉન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ ડેલના શ્રૉફ સાથે લગ્ન કર્યા છે. પરઝાન દસ્તૂર શાહરૂખ ખાન, કાજોલ અને રાણી મુખર્જીની સુપર હિટ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં સાઇલેન્ટ સરદાર કિડના રોલમાં દેખાયા હતા.
પોતાના લગ્નની માહિતી પરઝાને પોતે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી છે. તેણે પોતાના લગ્નની તસવીર શૅર કરી છે. પરઝાન દસ્તૂર અને ડેલના શ્રૉફ પારલી રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાયા. લગ્નમાં પરઝાન દસ્તૂરે ટ્રેડિશનલ પારસી ડ્રેસ પહેર્યો હતો, તો ત્યાં તેમની પત્ની ડેલના શ્રૉફ મરૂન કલરની સાડીમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.
View this post on Instagram
આ કપલના સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. સાથે જ તેમના લગ્નની તસવીરો પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે પરઝાને વર્ષ 2019માં ડેલનાને લગ્ન માટે પ્રપૉઝ કર્યું હતું, જેના પછી બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને તે વર્ષે સગાઇ કરી લીધી. વર્ષ 1998માં રિલીઝ થયેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં પરઝાન દસ્તૂરે નાનકડા સરદારનો રોલ પ્લે કર્યો છે, ફિલ્મમાં પરઝાન ઘણીવાર તારા ગણતો જોવા મળતો હતો. ફિલ્મમાં પરઝાન દ્વારા બોલવામાં આવેલો ડાયલૉગ 'તુસ્સી જા રહે હો, તુસ્સી ના જાઓ' આજે પણ એટલો જ લોકપ્રિય છે.
View this post on Instagram
ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં પરઝાન દસ્તૂરના અભિનયને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો અને તે આ ફિલ્મથી ખૂબ જ પ્રખ્યાત પણ થયો હતો. જણાવવાનું કે પરઝાને 'કુછ કુછ હોતા હૈ' સિવાય 'મોહબ્બતેં', 'કભી ખુશી કભી ગમ', 'કહો ના પ્યાર હૈ, 'હાથ કા અંડા', 'બ્રેક કે બાદ', 'દિલ બાર બાર' જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ ભજવ્યા છે અને સારા નામની કમાણી કરી છે.
જો કે, મોટા થયા પછી પરઝાન દસ્તૂરનો ઍક્ટિંગ કરિઅર ખાસ રહ્યો નથી. તેણે વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મ 'સિકંદર'માં લીડ એક્ટર તરીકે પાત્ર ભજવ્યું હતું.