અક્ષય કુમારે સલમાનને કભી ઇદ કભી દિવાલીની સીક્વલનું નામ આ રીતે કર્યું સજેસ્ટ

Published: Jan 10, 2020, 18:57 IST | Mumbai Desk

સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન અને ફરહાદ સામજીને વધામણી. તમને બધાને શુભેચ્છાઓ. આની સીક્વલ માટે એક સલાહ પણ છે... કભી ઇદ કભી ક્રિસમસ

સલમાન ખાને 10 જાન્યુઆરીના પોતાની નવી ફિલ્મ 'કભી ઇદ કભી દિવાલી'ની જાહેરાત કરી છે. હવે અક્ષય કુમારે સલમાનને આ ફિલ્મ માટે વધામણી આપતાં તેની મસ્તી પણ કરી લીધી છે.

જણાવીએ કે કભી ઇદ કભી દિવાલીને ફરહાદ સામજી નિર્દેશિત કરી રહ્યો છે, જ્યારે સાજિદ નડિયાદવાલા તેનો પ્રૉડ્યૂસર છે. આ બન્ને સાથે અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ હાઉસફુલ 4 બૉક્સ ઑફિસ પર સફળ રહી. સલમાન સાજિદ અને ફરહાદ સાથે અક્ષયના ઘણાં સારા સંબંધો છે. એવામાં વધામણી આપવાની સાથે અક્ષય મિત્રો સાથે મસ્તી કરવાનું ભૂલ્યો નથી. અક્ષયે ટ્વીટ કર્યું - કભી ઇદ કભી દિવાલી માટે મારા મિત્રો સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન અને ફરહાદ સામજીને વધામણી. તમને બધાને શુભેચ્છાઓ. આની સીક્વલ માટે એક સલાહ પણ છે... કભી ઇદ કભી ક્રિસમસ

આમ તો સલમાન ખાન અને અક્ષય કુમાર આ ઇદ પર ટક્કર થવાની છે. અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ અને સલમાન ખાનની રાધે રિલીઝ થશે. આ ટક્કર પર ચાહકોની સાથે ટ્રેડની પણ નજર છે. જો કે, બન્ને સિતારાઓ આને લઈને પૉઝિટિવ છે. 2019માં પણ સલમાન અને અક્ષય વચ્ચે બૉક્સ ઑફિસ ક્લેશ થઈ ચૂક્યું છે. 20 ડિસેમ્બરના સલમાનની દબંગ 3 રિલીઝ થઈ હતી, જ્યારે 27 ડિસેમ્બરના અક્ષયની ગુડ ન્યૂઝ આવી. આ ટક્કરમાં અક્ષય આગળ નીકળી ગયો છે. ગુડ ન્યૂઝે બૉક્સ ઑફિસ કલેક્શન્સના મામલે દબંગ 3ને પાછળ છોડી દીધી છે.

આ પણ વાંચો : Happy Birthday Kalki Koechlin : જાણો અભિનેત્રીની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

સલમાન ખાન અને અક્ષય કુમાર એક-બીજા સાથે પહેલા પણ કામ કરી રહ્યા છે. બન્ને કલાકાર પહેલી વાર મુજસે શાદી કરોગીમાં સાથે આવ્યા હતા. તેના પછી જાનેમનમાં પણ અક્ષય અને સલમાન દેખાયા હતા. અક્ષયની ફિલ્મ તીસ માર ખાનના એક ગીતમાં સલમાન ખાને સ્પેશિયલ અપીયરન્સ કર્યું હતું. તો, ફગલીના ટાઇટલ ટ્રેકમાં પણ અક્ષય અને સલમાને સ્પેશિયલ અપીયરન્સ આપ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK