Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Kapil Sharma Showમાં કૃષ્ણાએ ઉડાડ્યો ગોવિંદાનો મજાક, કહ્યું આવું...

Kapil Sharma Showમાં કૃષ્ણાએ ઉડાડ્યો ગોવિંદાનો મજાક, કહ્યું આવું...

06 November, 2019 08:42 PM IST | Mumbai Desk

Kapil Sharma Showમાં કૃષ્ણાએ ઉડાડ્યો ગોવિંદાનો મજાક, કહ્યું આવું...

Kapil Sharma Showમાં કૃષ્ણાએ ઉડાડ્યો ગોવિંદાનો મજાક, કહ્યું આવું...


તમને ખબર જ હશે કે થોડાંક સમય પહેલા જ કપિલ શર્માના શૉ 'ધ કપિલ શર્મા શૉ'માં ગોવિંદા પોતાના પરિવાર સાથે આવ્યો હતો. તે એપિસોડમાં બધાંએ ખૂબ જ મસ્તી કરી હતી પણ, 'સપના' એટલે કે કૃષ્ણા અભિષેક શૉમાંથી ગાયબ હતા, જેના પછી તેમણે આ ખુલાસો કર્યો હતો કે તે ગોવિંદાની પત્ની એટલે કે મામી સુનીતા આહુજાએ આ શરત રાખી હતી કે જ્યારે તે લોકો આવશે તો કૃષ્ણા અભિષેકને નહીં બોલાવવામાં આવે.

કૃષ્ણા, ગોવિંદાના પરિવાર દ્વારા કરવામાં આવેલી બધાં જ અપમાનને હજી સુધી ભૂલ્યો નથી. તાજેતરમાં જ તેણે કપિલના શૉમાં આ વાતનો ઉલ્લેખ કરતાં તેનો મજાક ઉડાડ્યો છે. હકીકતે, કપિલના શૉમાં ટૂંક સમયમાં જ નવાઝુદ્દીન સિદ્દીકી અને આથિયા શેટ્ટી પોતાની અપકમિંગ ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'નું પ્રમોશન કરવા આવશે. દરમિયાન સપના એટલે કે કૃષ્ણા સાથે મસ્તી કરશે.




આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો


કલર્સે આ મસ્તીની એક નાની ઝલક પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે જેમાં સપના, નવાઝને 'હાઉસફુલ 4'ના કલાકારો વિશે ચુગલી કરતી દેખાય છે. સપના કહે છે, 'હાઉસફુલ 4ની આખી ટીમ પ્રમોશન માટે આવી હતી, પણ તમને લઈને નથી આવી.' આ બાબતે કપિલ શર્મા સપનાને પૂછે છે કે તે ચુગલિઓ કેમ કરે છે? આ બાબતે સપના બનેલા કૃષ્ણા અભિષેક જવાબ આપે છે કે, "હું આ લોકોની મિત્રતા તોડાવવા માગું છું, કારણકે મને આ લોકોથી જલન થઈ રહી છે. સપના બનેલા કૃષ્ણા કહે છે તમે લોકો મિત્રતામાં કામ કરી રહ્યા થો, અહીં પોતે મામા (ગોવિંદા) કામ કરવા માટે ના પાડી દે છે." કૃષ્ણાની આ વાત સાંભળીને ત્યાં બદાં હસવા લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2019 08:42 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK