ગણપત પાર્ટ 1માં દેખાશે ક્રિતી સાત વર્ષ બાદ ફરી તે ટાઇગર સાથે કામ કરશે

Published: 11th February, 2021 11:18 IST | Agencies | Mumbai

ક્રિતીની આ ફિલ્મમાં એન્ટ્રી વિશેની જાહેરાત કરતાં એનું મોશન પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટાઇગરે કૅપ્શન આપી હતી કે ‘ખતમ હુઆ ઇન્તઝાર.

ગણપત પાર્ટ 1માં દેખાશે ક્રિતી સાત વર્ષ બાદ ફરી તે ટાઇગર સાથે કામ કરશે
ગણપત પાર્ટ 1માં દેખાશે ક્રિતી સાત વર્ષ બાદ ફરી તે ટાઇગર સાથે કામ કરશે

ટાઇગર શ્રોફ અને ક્રિતી સૅનનની જોડી ૭ વર્ષ બાદ ફરી એક વખત ઑન-સ્ક્રીન ‘ગણપત પાર્ટ 1’માં જોવા મળવાની છે. આ બન્નેએ ૨૦૧૪માં આવેલી ‘હીરોપંતી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ૨૦૨૨માં રિલીઝ થનારી ‘ગણપત પાર્ટ 1’ને વિકાસ બહલ ડિરેક્ટ અને જૅકી ભગનાણી પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મમાં ક્રિતી જસ્સીના રોલમાં જોવા મળવાની છે. ક્રિતીની આ ફિલ્મમાં એન્ટ્રી વિશેની જાહેરાત કરતાં એનું મોશન પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટાઇગરે કૅપ્શન આપી હતી કે ‘ખતમ હુઆ ઇન્તઝાર. ‘ગણપત પાર્ટ 1’માં ફરીથી ટૅલન્ટેડ ક્રિતી સૅનન સાથે કામ કરવા માટે સુપર એક્સાઇટેડ છું.’
આ ફિલ્મ વિશે વધુ જણાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘ટાઇગર સાથે ૭ વર્ષ બાદ ફરીથી કામ કરવા માટે હું ઉત્સાહિત છું. સાથે જ વિકાસના ડિરેક્શનમાં બનનાર આ ફિલ્મ માટે પણ, જે મારા માટે નવી છે. હું ઘણા સમયથી ઍક્શન ફિલ્મમાં કામ કરવાની રાહ જોઈ રહી હતી. પૂજા એન્ટરટેઇનમેન્ટ સાથે આ વિશાળ સ્કેલમાં કામ કરવા માટે સુપર એક્સાઇટેડ છું. જૅકી એક પૅશનેટ પ્રોડ્યુસર છે. હું ખુશ છું કે તેમની સાથે હું મારા કૂલ કૅરૅક્ટરની જર્ની શરૂ કરી રહી છું.’
ક્રિતીની પ્રશંસા કરતાં ડિરેક્ટર વિકાસ બહલે કહ્યું હતું કે ‘સ્ક્રીન પર ક્રિતીની હાજરી ન માત્ર આકર્ષણ કરે છે, પરંતુ તેની પર્સનાલિટી સુપર સ્ટારની છે. તે એકમાત્ર યોગ્ય કલાકાર છે જેને ટાઇગરની ઑપોઝિટ કાસ્ટ કરી શકાય. મને પૂરી ખાતરી છે કે તે પર્ફેક્ટ ઍક્શન હિરોઇન પુરવાર થશે. હું આ બન્ને અદ્ભુત કલાકારો સાથે કામ કરવા માટે આતુર છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK