Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાનીપતમાં તક આપવા માટે આશુતોષ ગોવારીકરનો આભાર માન્યો ક્રિતી સૅનને

પાનીપતમાં તક આપવા માટે આશુતોષ ગોવારીકરનો આભાર માન્યો ક્રિતી સૅનને

01 July, 2019 10:04 AM IST | મુંબઈ

પાનીપતમાં તક આપવા માટે આશુતોષ ગોવારીકરનો આભાર માન્યો ક્રિતી સૅનને

પાનીપતમાં તક આપવા માટે આશુતોષ ગોવારીકરનો આભાર માન્યો ક્રિતી સૅનને


ક્રિતી સૅનને ‘પાનીપત’નું શૂટિંગ પૂરું કરતાંની સાથે જ ફિલ્મના ડિરેક્ટર આશુતોષ ગોવારીકરનો આભાર માન્યો છે. પાનીપતના યુદ્ધ પર આધારિત આ એક પિરિયડ-ડ્રામા છે. ફિલ્મમાં સંજય દત્ત અને અર્જુન કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ક્રિતી પાર્વતીબાઈના પાત્રમાં જોવા મળવાની છે. આશુતોષ ગોવારીકર સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને ક્રિતીએ ટ્વીટ કર્યું હતું કે ‘રૅપ-અપ પાનીપત’. આશુ સર મને આ ફિલ્મમાં તક આપવા માટે, હંમેશાં મને સાંભળવા માટે અને મારામાં પાર્વતીબાઈ શોધી કાઢવા માટે થૅન્ક યુ સો મચ. તમે ખૂબ જ શાંતપણે એક મૅજિક તૈયાર કર્યો છે. આ મૅજિકનો ભાગ બનીને હું સન્માન અનુભવી રહી છું.’

અર્જુન કપૂર સાથેનો ફોટો ક્રિતીએ શૅર કર્યો છે. ફોટોમાં ક્રિતીએ તેના મોં પર હાથ રાખ્યો છે. આ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને ક્રિતીએ ટ્વીટ કર્યું હતું કે ‘આનું મોં બંધ કરવા માટે આનાથી સારો ઉપાય મને લાગ્યો નહીં. મારો લવલી અને એન્ટરટેઇનિંગ કો-સ્ટાર બનવા માટે થૅન્ક યુ અર્જુન. હું ખુશ છું કે આપણે સાથે આ જર્ની પર નિકળ્યાં હતાં અને મને તારામાં એક સારો ફ્રેન્ડ મળ્યો છે.’



ક્રિતી સૅનન ખુશ છે કે લોકો તેને સિ‌રિયસલી લે છે


ક્રિતી સૅનનનું કહેવું છે કે લોકો તેને હવે સિરિયસલી લે છે. તેની ‘બરેલી કી બર્ફી’ અને ‘લુકા છુપી’ની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. ‘હીરોપંતી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર ક્રિતીએ ઇન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષ પૂરાં કર્યાં છે. પોતાની ફિલ્મોની પસંદગી વિશે ક્રિતીએ કહ્યું હતું કે ‘મારી ‘બરેલી કી બર્ફી’ અને ‘લુકા છુપી’ બન્ને સહજતાથી પસંદ કરેલી ફિલ્મો છે. આજે હું મારી ફિલ્મોની પસંદગીને કારણે વધુ કૉન્ફિડન્ટ અનુભવું છું. હું ખુશ છું કે મેં કરેલી ફિલ્મોને કારણે આજે એક કલાકાર તરીકે લોકો મને ગંભીરતાથી લે છે.

આ પણ વાંચોઃ મેહુલ સોલંકીઃ વાંચો 'પ્રેમજી' વિશેની અજાણી વાતો, જુઓ ફોટોઝ


હું એક મહત્ત્વાકાંક્ષી વ્યક્તિ છું. એક કલાકાર તરીકેની મારામાં કામ પ્રતિ લગન છે. હું સારું કામ કરવા માગું છું. જો મને સારી તક મળે તો વધુ સારી રીતે કામ કરવાની મારામાં એક પ્રકારની આગ છે. હું એવી વ્યક્તિ નથી જે સરળતાથી સંતુષ્ટ થઈ જાય. દરેકની પોતાની જર્ની હોય છે. જોકે સફળતાને જાળવી રાખવી સરળ નથી અને સાથે જ ઊંચાઈ પર પહોંચવું પણ અઘરું છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 10:04 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK