Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિતી સૅનને રોજિંદા કામ કરનારની બાકી નીકળતી રકમ ભરપાઈ કરવા વિનંતી કરી

ક્રિતી સૅનને રોજિંદા કામ કરનારની બાકી નીકળતી રકમ ભરપાઈ કરવા વિનંતી કરી

20 May, 2020 07:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતી સૅનને રોજિંદા કામ કરનારની બાકી નીકળતી રકમ ભરપાઈ કરવા વિનંતી કરી

ક્રિતી સૅનને રોજિંદા કામ કરનારની બાકી નીકળતી રકમ ભરપાઈ કરવા વિનંતી કરી


ક્રિતી સૅનને ઇન્ડસ્ટ્રીના તમામ પ્રોડ્યુસર્સને વિનંતી કરી છે કે તેઓ રોજિંદું કામ કરનાર દરેક વર્કર્સના બાકી નીકળતા રૂપિયાની જલદી ભરપાઈ કરે. કોરોના વાઇરસને કારણે તમામ ફિલ્મ અને ટીવી બંધ થઈ ગયાં છે. બિઝનેસ બંધ થઈ જતાં લોકોને પૈસા પણ ચૂકવવામાં નથી આવી રહ્યા. ક્રિતીએ સોમવારે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં એક ઉંમરલાયક વ્યક્તિ જે ટીવી-સિરિયલ ‘હમારી બહૂ સિલ્ક’માં કામ કરી રહી હતી તેણે એવો દાવો કર્યો છે કે મને મારા નીકળતા પૈસા હજી સુધી મળ્યા નથી. આ વિડિયો શૅર કરીને ક્રિતીએ કહ્યું કે ‘આ એક એવી ઘટના છે જેની મને ખબર છે, કારણ કે એક ફ્રેન્ડ ‘હમારી બહૂ સિલ્ક’માં કામ કરે છે, જેથી મને એની માહિતી છે. જોકે આવા તો ઘણા લોકો હશે જેમને તેમનું પેમેન્ટ નથી મળ્યું અને એ વિશે વિચારીને પણ મને દુઃખ થઈ રહ્યું છે. આ એવો સમય છે જ્યારે રોજિંદું કામ કરનાર વ્યક્તિને તેમની મહેનતની કમાણીની સૌથી વધુ જરૂર હોય છે. હું આને માટે પ્રોડ્યુસર્સને વિનંતી કરું છું કે તેમને તેમની મહેનતની રકમ ચૂકવવામાં આવે. આને માટે તેમણે ખૂબ મહેનત કરી છે. સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશન આ માટે તેમની મદદ કરે એવી આશા રાખું છું. આ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. દરેક ક્ષેત્રના માલિક, બૉસ અન કંપનીને હું વિનંતી કરું છું કે તેઓ જેમનાં લેણાં બાકી રહ્યાં હોય તેમને એ ચૂકવી દે.’


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2020 07:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK