ક્રિતી સૅનને જયપુરમાં શરૂ કર્યું મીમીનું શૂટિંગ

Published: Feb 10, 2020, 13:50 IST | Mumbai Desk

જયપુરમાં શૂટિંગ શરૂ થતાં ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘સેટ પર સૌકોઈ ખુશ છે. ‘મીમી’ના બીજા શેડ્યુલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે

ક્રિતી સૅનને ‘મીમી’નું શૂટિંગ જયપુરમાં શરૂ કર્યું છે. આ ફિલ્મ ૨૦૧૧માં આવેલી મરાઠી ફિલ્મ ‘મલા આઇ વ્હાયચય’ની હિન્દી રીમેક છે. લક્ષ્મણ ઉટેકર આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે અને દિનેશ વિજન પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પંકજ ત્ર‌િપાઠી, મનોજ પાહવા, સુપ્રિયા પાઠક અને સઈ તામ્હણકર પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. ક્રિતી સૅનને પોતાના પાત્ર માટે ૧૫ કિલો વજન વધાર્યું છે. જયપુરમાં શૂટિંગ શરૂ થતાં ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘સેટ પર સૌકોઈ ખુશ છે. ‘મીમી’ના બીજા શેડ્યુલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.’

ફિલ્મ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘ફિલ્મના આ શેડ્યુલનું શૂટિંગ શરૂ થવાથી હું ખૂબ ઉત્સાહિત છું, કારણ કે એમાં ફિલ્મનાં અગત્યનાં દૃશ્યો છે. આ એક લાંબું શેડ્યુલ રહેવાનું છે અને એના એક ગીતને બાદ કરતાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવશે. ગીતનું શૂટિંગ બાદમાં કરવામાં આવશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK