Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દરેક ફિલ્મ સાથે પોતાના પર્ફોર્મન્સમાં સુધારો લાવવા માગે છે ક્રિતી

દરેક ફિલ્મ સાથે પોતાના પર્ફોર્મન્સમાં સુધારો લાવવા માગે છે ક્રિતી

22 April, 2019 09:40 AM IST |

દરેક ફિલ્મ સાથે પોતાના પર્ફોર્મન્સમાં સુધારો લાવવા માગે છે ક્રિતી

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન


ક્રિતી સૅનનને દરેક ફિલ્મ સાથે પોતાના પર્ફોર્મન્સમાં સુધારો કરવો છે. થોડા સમય પહેલાં જ તેની ‘લુકા છુપી’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન જોવા મળી રહ્યો છે. ‘લુકા છુપી’ને મળી રહેલા રિસ્પૉન્સ પર ક્રિતીએ કહ્યું હતું કે ‘હું ખૂબ લકી છું કે ‘લુકા છુપી’ને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મે ૫૦ દિવસ સતત બૉક્સ-ઑફિસ પર રાજ કર્યું. તમારી અંદરની ફીલિંગ સાથે લોકો જ્યારે કનેક્ટ થાય ત્યારે બૉક્સ-ઑફિસ પર એની સકારાત્મક અસર પડે છે. એનાથી તમારામાં આત્મવિશ્વાસ પણ વધે છે. હું હવે વધારે જવાબદાર બની ગઈ છું અને દરેક ફિલ્મ સાથે મારા પર્ફોર્મન્સમાં સુધારો કરવા માગું છું.’

આ પણ વાંચો : આયર્ન મેન અને કેપ્ટન અમેરિકા રીલની સાથે રિયલ લાઈફમાં પણ મિત્રો છે



‘પાનીપત’નો અનુભવ શાનદાર રહ્યો : ક્રિતી સૅનન


ક્રિતી સૅનને તેની આગામી ફિલ્મ ‘પાનીપત’ને લઈને જણાવ્યું હતું કે આ ફિલ્મનો અનુભવ શાનદાર રહ્યો હતો. આ ફિલ્મમાં સંજય દત્ત અને અજુર્ન કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મના અનુભવ વિશે જણાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘અમે ફિલ્મનું શૂટિંગ જયપુરમાં, કર્જતના એનડી સ્ટુડિયોમાં કર્યું હતું. મુંબઈમાં પણ અમે એનું શૂટિંગ કરવાના છીએ. ફિલ્મને ખૂબ જ સરસ રીતે ઢાળવામાં આવી છે. ફિલ્મ સાથેનો મારો અનુભવ મૅજિકલ રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 09:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK