ક્રિતી સૅનને ‘બચ્ચન પાન્ડે’નું અક્ષયકુમાર સાથેનું શેડ્યુલ પૂરું કર્યું છે. આ ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, ક્રિતી સૅનનની સાથે જૅકલિન ફર્નાન્ડિસ, અર્શદ વારસી, પંકજ ત્રિપાઠી અને પ્રતીક બબ્બર પણ જોવા મળશે. ફિલ્મના સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતી સૅનને કૅપ્શન આપી હતી કે ‘અને આ રીતે મારા માટે અક્ષયકુમાર સાથેનું ‘બચ્ચન પાન્ડે’નું શેડ્યુલ પૂરું થયું છે. આ મારા માટે ઉત્તમ, મજેદાર અને યાદગાર શેડ્યુલ્સમાંનું એક રહ્યું છે. સમય ખૂબ ઝડપથી પસાર થઈ ગયો અને અમે હસતાં, ગેમ રમતાં, અનેક લંચ અને ડિનર્સની સાથે ફિલ્મ બનાવી છે. અમે બધા એક પરિવાર બની ગયા છીએ. આકર્ષક સૂર્યગઢ મહલને અલવિદા કહેવું મારા માટે દુ:ખદ બાબત છે. જોકે જલદી જ અમે પાછા મળીશું. તમને સૌને થિયેટર્સમાં જોવા માટે ઉત્સુક છું.’
રાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને
1st March, 2021 13:42 ISTસપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે
1st March, 2021 13:37 ISTજે ઘરેથી કરીઅરની શરૂઆત કરી હતી એ જ ઘરમાં ફરીથી પહોંચતાં ખુશ થઈ ભૂમિ
1st March, 2021 13:28 ISTઆ ફિલ્મો બાદ જાણ થઈ કે લોકોની પસંદગી હવે બદલાઈ ગઈ છે:આયુષ્માન ખુરાના
1st March, 2021 13:23 IST