હું પુલકિત સમ્રાટને ડેટ કરી રહી છું : ક્રિતી ખરબંદા
ક્રિતી ખરબંદા અને પુલકિત સમ્રાટ
ક્રિતી ખરબંદાએ ગઈ કાલે કબુલ કર્યું હતું કે તે પુલકિત સમ્રાટને ડેટ કરી રહી છે. તેઓ હાલમાં ‘પાગલપન્તી’નું પ્રમોશન કરી રહ્યાં છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મના શૂટિંગની શરૂઆતથી તેઓ એકમેકને ડેટ કરી રહ્યાં હતાં. પુલકિતે સૌ પ્રથમ સલમાન ખાનની કહેવાતી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યાં હતાં. તેની સાથેના ડિવૉર્સ બાદ તે યામી ગૌતમને ડેટ કરી રહ્યો હતો. જોકે હવે તે ક્રિતી સાથે ઘણાં સમયથી ચર્ચામાં હતો. આ વાતની પુષ્ટી આપતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘આ કોઈ અફવા નથી. અમે એકમેકને ડેટ કરી રહ્યાં છીએ.
આ પણ વાંચો : શાહરુખ ખાનથી પ્રેરિત થઈ બૉક્સિંગ લેજન્ડ કૌર સિંહ પર બનશે ફિલ્મ
ADVERTISEMENT
સાચું કહું તો હું સૌથી પહેલાં મારા પેરન્ટ્સને આ વિશે કહેવા માગતી હતી. તમે જ્યારે કોઈને ડેટ કરી રહ્યાં હો ત્યારે એ વિશે વાત કરવા માટે તમારી પાસે ઘણો સમય હોય છે અને સૌથી પહેલાં તમે એ વિશે કમ્ફર્ટેબલ હો એ જરૂરી છે. કેટલીક વાર એ માટે પાંચ વર્ષ લાગે છે તો કેટલીક વાર પાંચ મહિના. અમારા કૅસમાં એ પાંચ મહિના છે. પુલકિત સમ્રાટને ડેટ કરી રહી હોવાનું હું સ્વીકારું છું.’