Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરના ગેસ્ટ બન્યા બાળકો, ઘરમાં જ રમે છે રેપિડ ફાયર

કરણ જોહરના ગેસ્ટ બન્યા બાળકો, ઘરમાં જ રમે છે રેપિડ ફાયર

27 May, 2020 08:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરણ જોહરના ગેસ્ટ બન્યા બાળકો, ઘરમાં જ રમે છે રેપિડ ફાયર

કરણ જોહર બાળકો યશ અને રૂહી સાથે

કરણ જોહર બાળકો યશ અને રૂહી સાથે


લૉકાડઉનને લીધે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કામ બંધ પડયું છે એટલે સેલેબ્ઝ પરિવાર સાથે ક્વોલિટી સમય પસાર કરી રહ્યાં છે. કરણ જોહર પણ બાળકો યશ અને રૂહી સાથે સમય પસાર કરી રહ્યો છે. બાળકો સાથેના વિડિયો તે સતત ઈન્સ્ટાગ્રામ પર શેર કરતો હોય છે. જેમાં માતા હીરૂ જોહર પણ અનેકવાર સામેલ થાય છે.

કરણે લૉકડાઉન વીથ જોહર્સ (#lockdownwithjohars) નામની શૃખંલા શરૂ કરી છે. જેમા તે લૉકડાઉન દરમ્યાન શું કરી રહ્યો છે તેના વીડિયો પોસ્ટ કરતો રહે છે. આ સિરીઝમાં આજે કરણ બાળકો સાથે રેપિડ ફાયર ગેમ રમતો હોય તેવો વિડિયો પોસ્ટ કર્યો છે. કરણ જોહરના શો 'કૉફી વિથ કરણ'માં ગેસ્ટ આવતા હોય છે અને તેની સાથે તે રેપિડ ફાયર રમતો હોય છે. લૉકાડઉનને લીધે તે શો ને મિસ કરી રહ્યો હોવાથી ઘરમાં જ શો જેવો માહોલ બનાવ્યો હતો. આજે તે બાળકો સાથે રેપિડ ફાયર રાઉન્ડ રમ્યો હતો. વીડિયોમાં કરણ જોહર યશ અને રૂહીને વારાફરતી પૂછે છે કે, કોણ ઘરમાં સૌથી ગમતો માણસ છે? કોણ સૌથી કૂલ છે? કરણ એવું પણ પૂછે છે કે તમને તૈમુર સાથે રમવું છે કે અબરામ સાથે? તૈમુર કરીના કપૂર અને સૈફ અલી ખાનનો દીકરો છે જ્યારે અબરામ શાહરુખ અને ગૌરી ખાનનો સૌથી નાનો દીકરો છે. સાથે જ કરણે કેપ્શનમાં લખ્યું હતું કે, અત્યારે આ જ મારા ગેસ્ટ છે જેનું હું ઈન્ટરવ્યુ લઈ શકું છું અને રેપિડ ફાયર રમી શકું છું. મારા સવાલો માટે મને માફ કરજો.



 
 
 
View this post on Instagram

Rapid fire with the only guests i can interview!!! Excuse the originality of my questions ... #lockdownwiththejohars

A post shared by Karan Johar (@karanjohar) onMay 27, 2020 at 1:16am PDT


કરણ જોહરની સિરીઝ #lockdownwithjohars ની તેના ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. જોઈએ હવે આગળના એપિસોડમાં કરણ શું નવું લઈને આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2020 08:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK