જાણો કેમ 'જેઠાલાલ'ને સેટ લાગી રહ્યો છે હોસ્પિટલ જેવો, જણાવ્યો અનુભવ

Updated: Jul 23, 2020, 11:55 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

જેઠાલાલે આજના લૉકડાઉનના વાતાવરણ વિશે વાત કરતા કહ્યું કે હાલના સંજોગોને જોઈને એવું લાગી રહ્યું છે કે અમે કોઈ હોસ્પિટલમાં શૂટિંગ કરી રહ્યા છે.

દિલીપ જોશી
દિલીપ જોશી

સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બધ હતી.

ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શૉઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જોવા મળશે. 22 જૂલાઈથી આ શૉની શરૂઆત થઈ ગઈ છે. શૉની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે.

jetha

જોકે શૂટિંગ અને શૂટ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. આ વાતને પોતે આર્ટિસ્ટ માની રહ્યા છે. સરકારે જાહેર કરેલા નિયમોનું પૂરી રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. સરકારે ટીવી શૉ કે કોઈ પણ શૂટિંગની મંજૂરી માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

સૂત્રથી મળેલી જાણકારી અનુસાર સૌનું લોકપ્રિય પાત્ર એટલે જેઠાલાલે આજના લૉકડાઉનના વાતાવરણ વિશે વાત કરી રહ્યા છે, તેમણે એવું કહ્યું કે હાલના સંજોગોને જોઈને એવું લાગી રહ્યું છે કે અમે કોઈ હોસ્પિટલમાં શૂટિંગ કરી રહ્યા છે. તેમજ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં તે મેકઅપ કરાવી રહ્યા છે. મેકઅપ આર્ટિસ્ટે પણ પીપીઈ કીટ પહેરી રાખ્યું છે.

આ પણ વાંચો : Exclusive Interview દિલીપ જોશીઃ કૉમેડીનાં સરતાજ, વાસ્તવિકતામાં બહુ શાંત છે

શૂટિંગ અંગે દિલીપ જોશી કહે છે, 'શૉના નિર્માતા અસિતકુમાર મોદીએ સેટ પર તમામ નિયમો હેઠળ સુવિધાઓ પૂરી પાડી છે. અમારી ટીમ ઘણી મોટી છે, ઘણા લોકો સાથે કામ કરે છે, તેથી સાવચેતી વધારે લેવી પડે છે. અમારા સેટ પર શૂટિંગની પૂરી રીત બદલવામાં આવી છે કારણકે આવી મહામારી વચ્ચે આટલા લોકો વચ્ચે શૂટિંગ કરવું સંભવ નથી. અમારી પાસે ઘણા ટેક્નિકલ કર્મચારીઓ પણ છે. સાથે જ બધા માસ્ક પહેરીને નિયમોનું પાલમ કરી રહ્યા છે. હકીકતમાં, જ્યારે અમે લૉકડાઉનમાં પહેલા બે દિવસ શૂટિંગ કરી તો એવું લાગી રહ્યું હતું કે અમે એક હોસ્પિટલમાં શૂટિંગ કરી રહ્યા છે. કારણકે ચારેતરફ સેનિટાઈઝરની ગંધ આવી રહી હતી.

આ પણ જુઓ : એક સમયે 50 રૂપિયા કમાતા હતા, તારક મહેતા શૉના અબ્દુલ, આવી છે લાઈફસ્ટાઈલ

આ અંગે દિલીપ જોશી કહે છે, 'અમે ઘણા ભાગ્યશાળી છીએ કે અમારા સેટ પર ઘણી જગ્યા છે, તેથી અમે આરામથી સામાજિક અંતરને અનુસરી શકીએ છીએ.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK