16 વર્ષ સુધી સની દેઓલે નહોતી કરી શાહરુખ ખાન સાથે વાત, જાણો કારણ

Published: 19th October, 2020 20:45 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

એક્ટિંગ પછી સની દેઓલ રાજનીતિમાં પણ આવી ચૂક્યા છે. તે ગુરદાસપુરના સાંસદ છે. સની દેઓલ પોતાના કરિઅર દરમિયાન વિવાદોમાં નથી રહ્યા પણ શાહરુખ ખાન સાથે તેમણે લગભગ 16 વર્ષ સુધી વાત નહોતી કરી

સની દેઓલ
સની દેઓલ

સની દેઓલ પોતાના સમયના સુપરસ્ટાર રહ્યા છે. 19 ઑક્ટોબર એટલે આજે સની દેઓલનો જન્મદિવસ છે. રોમાન્ટિક ફિલ્મથી કરિઅરની શરૂઆત કરનારા સનીની ઇમેજ એક્શન અને ગુસ્સાવાળા હિરોની બની ગઈ. સની દેઓલની ઓળખ બોલીવુડના સૌથી મોટા ઍક્શન હિરો તરીકે થાય છે. એક્ટિંગ પછી સની દેઓલ રાજનીતિમાં પણ આવી ચૂક્યા છે. તે ગુરદાસપુરના સાંસદ છે. સની દેઓલ પોતાના કરિઅર દરમિયાન વિવાદોમાં નથી રહ્યા પણ શાહરુખ ખાન સાથે તેમણે લગભગ 16 વર્ષ સુધી વાત નહોતી કરી. જાણો એવું તે શું થયું હતું બન્ને વચ્ચે?

શાહરુખ ખાન, સની દેઓલ અને જૂહી ચાવલા સ્ટારર ફિલ્મ 'ડર' તમને યાદ હશે. આ ફિલ્મે એક તરફ જ્યાં શાહરુખ ખાનના કરિઅરને ઉડાન આપી તો બોલીવુડના બે સ્ટાર્સ શાહરુખ ખાન અને સની દેઓલ વચ્ચે લડાઇનું પણ કારણ બની. આ ફિલ્મ પછી સની દેઓલે શાહરુખ ખાન સાથે વાત નહોતી કરી.

જ્યારે એકવાર સનીને પૂછવામાં આવ્યું કે તેમણે ફિલ્મ બાદ 16 વર્ષ સુધી શાહરુખ સાથે વાત ન કરી તો સનીએ કહ્યું કે એવું નથી કે મેં વાત નથી કરી, પણ મેં પોતાને તે લોકોથી દૂર કરી દીધા. માટે અમે ક્યારે મળ્યા જ નહીં તો વાત કરવાની તો વાત જ નથી.

સનીએ આગળ જણાવ્યું કે, "ફિલ્મમાં લોકોએ મને લોકપ્રિયતા મળી. શાહરુખને પણ લોકપ્રિયતા મળી. ફિલ્મ સાથે મને એ જ તકલીફ હતી કે મને નહોતી ખબર કે તે વિલનને આટલું બધું મહત્વ આપશે. હું ફિલ્મોમાં હંમેશાં ખુલ્લા દિલે અને લોકો પર વિશ્વાસ રાખીને કામ કરું છું. દુર્ભાગ્યે ઘણાં લોકો અને એક્ટર્સ એવા હોય છે જે આ રીતે કામ નથી કરતા. કદાચ તે એવું જ સ્ટારડમ ઇચ્છે છે."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK