Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video: આ નાનકડી બાળકીએ માગી એવી મદદ કે સોનુ સૂદને લાગી ચેલેન્જિંગ

Video: આ નાનકડી બાળકીએ માગી એવી મદદ કે સોનુ સૂદને લાગી ચેલેન્જિંગ

31 May, 2020 05:50 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Video: આ નાનકડી બાળકીએ માગી એવી મદદ કે સોનુ સૂદને લાગી ચેલેન્જિંગ

સોનુ સૂદ

સોનુ સૂદ


કોરોના સંકટના આ સમયમાં જો કોઈ બોલીવુડ એક્ટરના સૌથી વધારે વખાણ થતા હોય તો તે છે સોનુ સૂદ. સોશિયલ મીડિયા પર તે અસલી હીરોની જેમ છવાયેલો છે. સામાન્ય મનુષ્યથી લઈને સરકાર સુધી બધાં તેના કામના વખાણ કરી રહ્યા છે. પ્રવાસી મજૂરોની મદદ કરતા અભિનેતા સોનુ સૂદને ગવર્નર તરફથી પણ શાબાશી મળી છે, પણ આ દરમિયાન સોનૂ સામે એક પડકારભર્યું કામ આવ્યું છે.

હકીકતે, એક નાનકડી બાળકીએ સોનુ સૂદને ટ્વીટ કરીને મદદ માગી છે. સોનુને ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં એક નાનકડી બાળકી કહે છે કે તેની માને તે તેની નાનીના ઘરે પહોંચાડી શકે છે, કારણકે તે બાળકીના પિતા એવું ઇચ્છે છે. આ ટ્વીટને રિટ્વીટ કરતાં સોનુએ બાળકીનું મન રાખવા માટે જબરજસ્ત રિપ્લાય કર્યો છે. સોનુએ ટ્વીટ કરીને લખ્યું કે, "હવે આ ખૂબ જ ચેતવણીપૂર્ણ છે. મારો સંપૂર્ણ પ્રયત્ન રહેશે."




સોનુના રિપ્લાય પછીથી આ બાળકીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવવાનું કે, હાલ દેશમાં અનેક પ્રવાસી મજૂરો તેમના ઘરે મોકલ્યા પછી અભિનેતા સોનુ સૂદને લૉકડાઉન દરમિયાન કેરળમાં ફસાયેલી ઓરિસ્સાની 177 છોકરીઓને ઍરલિફ્ટ કરાવ્યું, જેની માટે દેશભરમાં તેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2020 05:50 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK