Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > HBD Mehmood: સુસાઈડની ધમકી આપીને લગ્ન કર્યા હતા આ કૉમેડી કિંગે, વાંચો

HBD Mehmood: સુસાઈડની ધમકી આપીને લગ્ન કર્યા હતા આ કૉમેડી કિંગે, વાંચો

29 September, 2020 07:20 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

HBD Mehmood: સુસાઈડની ધમકી આપીને લગ્ન કર્યા હતા આ કૉમેડી કિંગે, વાંચો

મહેમૂદ

મહેમૂદ


પોતાના વિશિષ્ટ અંદાજ, રમૂજ અને ઉત્તમ અવાજથી દર્શકોનનું મનોરંજન કરનાર અને ખડખડાટ હસાવનાર કૉમેડી કિંગ મહેમૂદનો જન્મ 29 સપ્ટેમ્બર 1933ના રોજ મુંબઈમાં થયો હતો. આજે મંગળવારે એમની જન્મજંયતિ છે. મહમૂદે જે પણ પાત્ર ભજવ્યું, તેને અમર બનાવ્યું છે. તેનું પૂરું નામ મહેમૂદ અલી હતું. માતા-પિતાના આઠ સંતાનોમાં બીજા નંબર એમનો હતો. તેના પિતા મુમતાઝ અલી બોમ્બે ટોકીઝ સ્ટુડિયોમાં કામ કરતા હતા.

ઘરની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે, મહેમૂદે ઇંડા વેચવાનું અને ટેક્સી ચલાવતા હતા પરંતુ નાનપણથી જ મહેમૂદનું વલણ અભિનયમાં હતું. વર્ષ 1943માં તેમણે પહેલી વાર બૉમ્બે ટોકીઝની ફિલ્મ કિસ્મતમાં પોતાનું ભાગ્ય અજમાવવાની તક મળી હતી. પોતાના અભિનયના આધારે મહમૂદે લાખો લોકોને દિવાના બનાવી દીધા.



mehmood-02


દુનિયાને હસાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર મહેમૂદએ તે જમાનાની પ્રખ્યાત અભિનેત્રી મીના કુમારીને ટેબલ ટેનિસ શીખવવાની પણ નોકરી કરી હતી. ટેનિસ શીખવાડતા મહેમૂદનું દિલ મીના કુમારીની બહેન મધુ પર આવી ગયું અને કહેવાય છે કે બાદમાં તેણે આત્મહત્યાની ધમકી આપીને લગ્ન પણ કરી લીધા હતા.

mehmood-01


તે જમાનામાં જ્યારે કોઈ એક્ટર માટે તાળીઓ વાગતી હતી, તે મહેમૂદ હતા. જ્યારે શૂટિંગ પૂરી થતી, ત્યારે મહેમૂદ માટે જોરદાર તાળી વાગતી હતી. મહેમૂદ એકલા એવા કૉમેડિયન હતા, જેની તસવીર ફિલ્મના પોસ્ટરમાં હીરો સાથે જોવા મળતી હતી. લોકો થિયેટરમાં ફક્ત મહેમૂદને જોવા માટે જ જતા હતા. મહત્વની વાત એ હતી કે ડાયરેક્ટર પણ સારી રીતે જાણતા હતા કે જો ફિલ્મ સુપરહિટ કરવી છે, તો મહેમૂદને પોતાની ફિલ્મમાં લેવા જ પડશે.

મહેમૂદ વિશે એવું કહેવામાં આવે છે કે તે ક્યારેય રિહર્સલ કરતા જોવા મળ્યો નથી. તે જે પણ કરતા હતા, ફિલ્મોમાં લાઈવ કરતા હતા. આ જ કારણ હતું કે ઘણા ફિલ્મ સ્ટાર્સ તેના પ્રત્યે ઈર્ષ્યા કરતા હતા. તેમણે આ વાતથી વાંધો ઉઠાવ્યો હતો કે મહેમૂદને હીરોથી વધારે પૈસા મળતા હતા. દાયકાઓ સુધી પોતાની ફિલ્મોથી લોકોનું દિલ જીતનારા મહેમૂદે લગભગ 300 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

29 September, 2020 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK