Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દરરોજ રાતે સૂતાં પહેલાં હૃતિક રોશનનાં ગીત કેમ જોતો ટાઇગર શ્રોફ?

દરરોજ રાતે સૂતાં પહેલાં હૃતિક રોશનનાં ગીત કેમ જોતો ટાઇગર શ્રોફ?

28 September, 2019 06:01 PM IST | મુંબઈ
મોહર બાસુ

દરરોજ રાતે સૂતાં પહેલાં હૃતિક રોશનનાં ગીત કેમ જોતો ટાઇગર શ્રોફ?

હ્રિતિક રોશન

હ્રિતિક રોશન


મુંબઈ : ટાઇગર શ્રોફે ખૂલાસો કરતા જણાવ્યું હતું કે તે દરરોજ રાતે સૂતાં પહેલાં હૃતિક રોશનનાં ગીત જોતો હતો. ટાઇગર અને હૃતિકની ‘વૉર’ બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ બન્ને ઍક્શન સ્ટાર્સ ફિલ્મમાં શાનદાર ઍક્શન સીક્વન્સમાં જોવા મળવાનાં છે. સાથે જ તેઓ આ ફિલ્મના ગીત ‘જય જય શિવ શંકર’ હોળીનાં ગીત પર થનગનતા જોવા મળી રહ્યાં છે. હૃતિકને પોતાનાં ગુરુ જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘હું મારી આખી લાઇફ તેમનો આદર કરતો રહીશ. તેમની સાથે મારા સંબંધો તો ગુરુ અને શિષ્ય જેવા છે.’

હૃતિકની પ્રશંસા કરતાં ટાઇગરે કહ્યું હતું કે ‘તેઓ એવા ઉમદા કલાકાર છે કે દૃશ્યોને શાનદાર બનાવવા માટે પોતાની જાતને કોઈ પણ હદ સુધી આગળ લઈ જઈ શકે છે. એક ઍક્ટર હોવાની સાથે તેમની પાસે ડિરેક્ટરનું પણ દિમાગ છે. ફિલ્મનાં દરેક પાસાને તેઓ સંપૂર્ણ રીતે જુએ છે. હું લકી હતો કે કેટલાક દૃશ્યોમાં તેમણે મને ડિરેક્ટ કર્યો છે.’
૨૦૦૬માં હૃતિક જ્યારે સુપર સ્ટાર હતો અને ટાઇગર માત્ર ૧૪ વર્ષનો હતો. એ વખતે ટાઇગરની હૃતિક સાથે પહેલી મુલાકાત થઈ હતી. એ મુલાકાત કેવી રહી હતી એ વિશે પૂછવામાં આવતા ટાઇગરે કહ્યું હતું કે ‘મારો ફ્રેન્ડ મને તેમનાં જિમમાં વર્ક-આઉટ માટે લઈ ગયો હતો. મને જોઈને તેઓ ખૂબ ખુશ થયા હતાં કારણ કે તેઓ મને ૧૯૯૩માં આવેલી ‘કિંગ અંકલ’નાં સમયથી જાણતાં હતાં. એ ફિલ્મમાં તેઓ અસિસ્ટન્ટ ડિરેક્ટર હતાં. મારા ડૅડીએ એ ફિલ્મમાં કામ કર્યું હતું. એ વખતે મારી ઉંમર નાની હોવાથી અત્યારે મને એ મુલાકાત વિશે વધુ યાદ પણ નથી. એ મુલાકાત બાદ હું તેમને એક અવૉર્ડ ફંક્શનમાં મળ્યો હતો. તેમનાં હાથે મને બેસ્ટ ડેબ્યુટન્ટનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. અમે ત્યારે સ્ટેજ પર સાથે ડાન્સ પણ કર્યો હતો.’
હૃતિક અને ટાઇગરને ફિટ્નેસની સાથે જ ડાન્સ પર પણ ખાસ્સો લગાવ છે. હૃતિક જેવા ડાન્સ મુવ્સ શીખવા માટે ટાઇગર તેમનાં ગીતો જોતો હતો. એથી ઍક્શન પર આધારિત ‘વૉર’માં બન્ને વચ્ચે સમાનતા પણ જોવા મળશે એ પૂછવામાં આવતા ટાઇગરે કહ્યું હતું કે ‘મેં જાણી જોઈને આ નિર્ણય લીધો હતો. (એના કારણે મારા મુવમેન્ટ્સ પણ તેમનાં જેવા દેખાશે.) ઉદાહરણ તરીકે હું જાણતો હતો કે મારે તેમનાં જેવો જ ડાન્સ કરવાનો છે. એથી હું દરરોજ રાતે સૂતાં પહેલા તેમનું એક ગીત જોતો હતો. ત્યાર બાદ સૂતાં વખતે એ સ્ટેપ્સ વિશે હું સતત વિચારતો હતો. બીજા દિવસે સવારે હું એ મુવ્સને રિક્રિએટ કરતો હતો. એ જ મારી ટ્રેઇનિંગ રહેતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 06:01 PM IST | મુંબઈ | મોહર બાસુ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK