Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ખતરોં કે ખિલાડી’ના નવા એપિસોડ ન દેખાડવાનું કારણ જાણવા જેવું છે

‘ખતરોં કે ખિલાડી’ના નવા એપિસોડ ન દેખાડવાનું કારણ જાણવા જેવું છે

08 April, 2020 04:13 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘ખતરોં કે ખિલાડી’ના નવા એપિસોડ ન દેખાડવાનું કારણ જાણવા જેવું છે

‘ખતરોં કે ખિલાડી’

‘ખતરોં કે ખિલાડી’


કલર્સ ચૅનલ પર આવતા રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ના નવા એપિસોડ અટકાવી દેવામાં આવ્યા અને ગયા વીક-એન્ડથી જૂના એપિસોડનું રિપીટ ટેલિકાસ્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઑલરેડી આ રિયલિટી શો પોતાના રેગ્યુલર શેડ્યુલ કરતાં બે મહિના પાછળ છે અને આખો શો શૂટ થઈ ગયો છે તો એના તમામ એપિસોડ પણ એડિટ કરીને ચૅનલને આપી દેવામાં આવ્યા હોવા છતાં નવા એપિસોડ નહીં દેખાડવાનું કારણ મહત્ત્વનું છે.

કોરોનાની તકલીફવાળા આ સમયમાં કોઈ ચૅનલ ગળાકાપ હરીફાઈ ન કરે અને આગળ જવાની લાયમાં એકમેકને ઓછા ઊતરતા દેખાડવામાં ન આવે એવું સંયુક્તપણે નક્કી કર્યું હોવાથી કલર્સે સામે ચાલીને પોતાના આ રિયલિટી શોના નવા એપિસોડનું ટેલિકાસ્ટિંગ અટકાવીને જૂના એપિસોડ દેખાડવાનું શરૂ કરી દીધું છે.
કલર્સ જ નહીં, અન્ય ઘણી ચૅનલ પાસે પણ કેટલાક શોના નવા એપિસોડ તૈયાર હોવા છતાં એણે નવા શોને બદલે બાકીની ચૅનલ સાથે રહેવાનું પસંદ કર્યું. જોકે એમ છતાં ‘ખતરોં કે ખિલાડી’ને અટકાવીને ચૅનલે એના શેડ્યુલ કરતાં બે મહિના પાછળ ચાલતા શોને વધુ એક વાર પાછળ ધકેલવાનું પસંદ કર્યું એ મહત્ત્વનું છે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2020 04:13 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK