આમિર સાથે બૉક્સ ઑફિસ પર ટક્કર છે લકી, આ હીરો છે તેના સાક્ષી

Updated: Nov 29, 2019, 16:10 IST | Mumbai

જો આમિર ખાન સાથે બૉક્સ ઑફિસ પર ટક્કર થાય તો તમારે જશ્ન માવવો જોઈએ. જાણો અમે આવું કેમ કહી રહ્યા છે.

બૉક્સ ઑફિસ પર જ્યારે કોઈ બે મોટા કલાકારોની ફિલ્મ ટક્કર થાય છે ત્યારે હંમેશા એ વાતનો ડર લાગે છે કે બંને એકબીજાના દર્શકો ચોરી શકે છે, જેનો અસર ફિલ્મોના કલેક્શન પર પડી શકે છે. પરંતુ જ્યારે સામે આમિર ખાન હોય તો ડરવાની જરૂર નથી. પરંતુ જ્યારે સામે આમિર ખાન હોય તો આવા કોઈ ડરની જરૂર નથી. તેની પાછળ કારણ છે કે આમિર ખાન પોતાના પ્રતિદ્વંદીઓ માટે લકી રહ્યા છે. જ્યારે જ્યારે એવું છે કે, ત્યારે બંનેની કિસ્મત ચમકી છે.

આમિર VS અજય દેવગણ
સૌથી તાજું ઉદાહરણ છે કે જ્યારે આમિર ખાનને ફિલ્મ સીક્રેટ સુપર સ્ટારની સાથે અજય દેવગણની ગોલમાલ અગેઈન રિલીઝ થઈ હતી. સીક્રિટ સુપરસ્ટાકમાં આમિર ખાને ખાસ ભૂમિકા ભજવી હતી, પરંતુ તે તેની હોમ પ્રોડક્શન હતી. બંને ફિલ્મો સફળ રહી હતી. ગોલમાલ અગેઈને જ્યાં 200 કરોડનું કલેક્શન કર્યું હતું, તો સીક્રેટ સુપર સ્ટારે 60 કરોડનો બિઝનેસ કર્યો હતો. જેથી તેને હિટ ઘોષિત કરવામાં આવ્યું હતું. વર્લ્ડવાઈડ કમાણીના મામલામાં સીક્રેટ સુપરસ્ટારે અલગ જ વિક્રમ બનાવ્યો હતો. ફિલ્મે 750 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું.

આમિર VS સની દેઓલ
ખરેખર, આ દિલચસ્પ ઈતેફાકની શરૂઆત 90ના દાયકામાં થઈ હતી. આમિર ખાનની દિલ સાથે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો બૉક્સ ઑફિસ મોટી હિટ સાબિત થઈ હતી અને બંને જ કલાકારોના કરિયરની યાદગાર ફિલ્મો બની. ઘાયલ માટે તો સની દેઓલને પહેલો નેશનલ અવૉર્ડ મળ્યો.

1996માં આમિર ખાનની રાજા હિન્દુસ્તાની સાથે સની દેઓલની ઘાતક આવી હતી. આમિર અને સનીની ત્રીજી ટક્કર 2000માં થઈ, જ્યારે આમિરની લગાન અને સનીની ગદર-એક પ્રેમ કથા રિલીઝ થઈ. બંને પીરિયડ ફિલ્મો હતો. બંને હિન્દી સિનેમાની સૌથી વધુ સફળ ફિલ્મોમાં સામેલ થઈ.

આમિર VS અક્ષય કુમાર
આ રીતે 2007માં આમિરની તારે જમીં પરની સાથે અક્ષય કુમારની વેલકમ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો હિટ રહી હતી. હવે આમિર અને અક્ષય ફરી એકવાર 2020માં સામસામે આવશે. આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષયની બચ્ચન પાંડેય ક્રિસમસ પર રિલીઝ થશે. લાલ સિંહ ચઢ્ઢાને અદ્વૈત ચંદન ડાયરેક્ટ કરી રહ્યા છે, જેમણે સીક્રેટ સુપરસ્ટાર નિર્દેશિત કરી હતી. હોલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પથી પ્રેરિત ફિલ્મમાં કરીના લીડ રોલમાં છે.

તો અક્ષય કુમારની બચ્ચન પાંડેય તમિલ ફિલ્મ વીરમથી પ્રેરિત છે. જેને ફરહાદ સામજી નિર્દેશિત કરી રહ્યા છે. જેમાં કૃતિ સેનન ફિમેલ લીડમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK