Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > 'બાલા'ના ફૅન થઈ ગયા સેલેબ્સ, આયુષ્માનના થઈ રહ્યા છે વખાણ

'બાલા'ના ફૅન થઈ ગયા સેલેબ્સ, આયુષ્માનના થઈ રહ્યા છે વખાણ

07 November, 2019 01:47 PM IST | Mumbai

'બાલા'ના ફૅન થઈ ગયા સેલેબ્સ, આયુષ્માનના થઈ રહ્યા છે વખાણ

સેલેબ્સને પસંદ આવી ફિલ્મ બાલા

સેલેબ્સને પસંદ આવી ફિલ્મ બાલા


નેશનલ અવૉર્ડ વિજેતા આયુષ્માન ખુરાના જલ્દી જ પોતાના ચાહકો માટે નવી ફિલ્મ બાલા લઈને આવી રહ્યા છે જેમાં આયુષ્માને એક એવા વ્યક્તિનો કિરદાર નિભાવ્યો છે જેના વાળ તેની ઉંમર પહેલા જ ખરવા લાગે છે. શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ બાલાનું પ્રીમિયર રાખવામાં આવ્યું હતું જેમાં બોલીવુડની હસ્તીઓ સામેલ થઈ હતી. ફિલ્મ જોયા બાદ વરૂણ ધવનથી લઈને તાહિરા કશ્યપ સુધીના લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

એક્ટર વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ફિલ્મના પ્રીમીયરમાં પહોંચ્યા હતા. વરૂણે પ્રીમિયર બાદ તેમણે બાલા ફિલ્મના ડાયરેક્ટર અમર કૌશિક સાથે એક તસવીર શેર કરી છે. સાથે જ બાલાના વખાણ કર્યા છે.

VARUN



ફિલ્મ ડાયરેક્ટર અને આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્પયપે લખ્યું કે, બાલાને બીજી વાર જોઈ, હવે આગળ શું કહું?બસ એક ખૂબ જ સારી અને ઈમાનદાર ફિલ્મ છે, જોવી તો જોઈએ.



તાહિરાના આ ટ્વીટનો જવાબ આપતા બાલાની એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે લખ્યું, તાહિરા હવે આનું શું જવાબ આપુ, પણ ગર્વથી કહી શકું છું કે આયુષ્માનની સૌથી સારી ફિલ્મ છે.



જાણીતી ડાન્સર શક્તિ મોહન પણ આ પ્રીમિયરમાં સામેલ હતી, તેમણે પોતાનો રિવ્યૂ આપતા કહ્યું કે તેને પણ બાલા પસંદ આવી.


શશાંક ખૈતાને ફિલ્મનો રિવ્યૂ આપતા લખ્યું કે, સારી ફિલ્મ એક સારા મેસેજ સાથે, એક વાર ફરી બેસ્ટ ચોઈસ અને બેસ્ટ પર્ફોર્મેંસ આયુષ્માન ખુરાના, ભૂમિ ખૂબ જ હિંમતવાળો રોલ હતો, હેટ્સ ઑફ, ટેરિફિક યામી ગૌતમ.

તમને જણાવી દઈએ કે અમર કૌશિકની આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2019 01:47 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK