Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવી રીતે બૉલીવુડ સ્ટાર્સે મનાવી લોહરી, જુઓ તસવીરો

આવી રીતે બૉલીવુડ સ્ટાર્સે મનાવી લોહરી, જુઓ તસવીરો

14 January, 2019 07:37 PM IST |

આવી રીતે બૉલીવુડ સ્ટાર્સે મનાવી લોહરી, જુઓ તસવીરો

લોહરીની ઉજવણીમાં આવા અંદાજમાં જોવા મળ્યા સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર

લોહરીની ઉજવણીમાં આવા અંદાજમાં જોવા મળ્યા સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર


રવિવારે આખા દેશમાં લોહરીની ઉજવણી કરવામાં આવી. બોલીવુડ સ્ટાર્સે પણ લોહરીની રંગેચંગે ઉજવણી કરી. સારા અલી ખાને માતા અમૃતા સિંહ, ડિઝાઈનર સંદીપ ખોસલા અને અન્ય મિત્રો સાથે મળીને લોહરીની ઉજવણી કરી.

કેદારનાથની આ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ઉજવણીના ફોટોસ મુક્યા. સારાની સાથે સાથે સંદીપ ખોસલાએ ટ્વીટર અકાઉન્ટ પર લોહરીની તસવીરો શેર કરી. પરંપરાગત પરિધાનમાં તમામ લોકો ખુબ જ સરસ લાગી રહ્યા હતા.

જરા જુઓ આ તસવીરોનેઃ

sara ali khan lohriમાતા અમૃતા સિંહ સાથે સારા અલી ખાન



khan family lohriમિત્રો અને પરિવાર સાથે લોહરીની મજા


કપૂર પરિવારે ખુબ જ શાનદાર રીતે લોહરી મનાવી. અર્જુન કપૂર, જ્હાન્વી કપૂર, અનિલ કપૂર, મોહિત મારવાહ અને તેમની પત્ની, શનાયા કપૂરે સાથે મળીને ઉજવણી કરી.

mohit marwah lohriમોહિત મારવાહે આવી રીતે મનાવી લોહરી


અર્જુન કપૂરના પિતરાઈ ભાઈ મોહિત મારવાહ અને તેની પત્ની અંતરાની આ પહેલી લોહરી હતી. જેનો તસવીર અર્જુન કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉંટ પર શેર કરી.

kapoor family lohriલોહરીમાં જુઓ કપૂર ફેમિલીનો અંદાજ

મિશા કપૂર અને પંકજ કપૂર સાથે કપૂર પરિવારે પણ લોહરીની ઉજવણી કરી. મીરા કપૂરે મિશાની દાદા પંકજ કપૂર સાથેની આ તસવીર શેર કરી.

pankaj kapoor with misha kapporપૌત્રી મિશા કપૂર સાથે દાદા પંકજ કપૂર

Whatsapp-channel Whatsapp-channel

14 January, 2019 07:37 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK