હ્રિતિક રોશનની સુપર 30ને મળી બમ્પર ઓપનિંગ, પહેલા દિવસે કમાયા આટલા કરોડ

Published: 13th July, 2019 09:51 IST | મુંબઈ

હ્રિતિક રોશનની મચ અવેઈટેડ ફિલ્મ સુપર 30 રિલીઝ થઈ ગઈ. અને પહેલા દિવસે તેણે સારી કમાણી કરી છે.

હ્રિતિક રોશનની સુપર 30ને મળી બમ્પર ઓપનિંગ
હ્રિતિક રોશનની સુપર 30ને મળી બમ્પર ઓપનિંગ

લગભગ અઢી વર્ષ બાદ હ્રિતિક રોશન રૂપેલી પડદે પાછા ફર્યા છે અને તેમની ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. સુપર 30એ પહેલા દિવસે બમ્પર ઓપનિંગ લીધી છે. હ્રિતિકની ફિલ્મ સુપર 30 સેલેબ્સ અને પબ્લિક બંને પાસેથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અહેવાલો અનુસાર ફિલ્મે પહેલા દિવસે 12 કરોડની કમાણી કરી છે.


દર્શકોને હ્રિતિકની ફિલ્મ ખૂબ જ પસંદ પડી છે. ફિલ્મને મળી રહેલા આવકારને જોતા કહી શકાય કે ફિલ્મ વીકેન્ડમાં પણ સારી કમાણી કરશે. આ શુક્રવારે બીજી કોઈ મોટી ફિલ્મ પણ નથી રિલીઝ થઈ રહી. જેનો ફાયદો સુપર 30ને મળશે. ફિલ્મનું બજેટ 85 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે.

10 જુલાઈએ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું. ત્યારે રોશન પરિવાર પણ હાજર રહ્યો હતો. બી-ટાઉને હ્રિતિકની ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે ફિલ્મ જોયા બાદ હ્રિતિકના માતા અને નાનીના આંખમાં આંસુ હતા.

આ પણ વાંચોઃ બ્લેક આઉટફિટમાં જીમ પહોંચી મલાઈકા, જુઓ તસવીરો

હ્રિતિકની ફિલ્મ સુપર 30 બિહારના ગણિતવિજ્ઞ આનંદ કુમારના જીવન પર આધારિત છે. ફિલ્મમાં આનંદ કુમારની ભૂમિકા હ્રિતિકે નિભઆવી છે. ફિલ્મને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ફિલ્મ જોઈ હતી અને તેની પ્રશંસા કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK