જાણો તિગ્માંશુ ધુલિયાની નવી વેબ-સિરીઝ આઉટ ઑફ લવ વિશે

Updated: Jan 22, 2020, 15:17 IST | Parth Dave | Ahmedabad

BBCની ‘ડૉક્ટર ફોસ્ટર’ નામની સિરીઝનું ઑફિશ્યલ ઍડપ્ટેશન: રસિકા દુગ્ગલ શંકાશીલ ડૉક્ટર-પત્નીના પાત્રમાં અને તેના પતિ તરીકે પુરબ કોહલી જોવા મળશે

તિગ્માંશુ ધુલિયા
તિગ્માંશુ ધુલિયા

વેબ-સિરીઝની વધી રહેલી લોકપ્રિયતાના કારણે હવે જાણીતા કલાકારો અને ડિરેક્ટરો પણ એમાં આગમન કરી રહ્યા છે. ‘હાંસિલ’, ‘સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ના ત્રણ ભાગ અને ‘પાન સિંહ તોમાર’ જેવી નૅશનલ અવૉર્ડ વિનર ફિલ્મ બનાવનાર ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા અન્ય એક વેબ-સિરીઝ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે ‘આઉટ ઑફ લવ’.

ડિજિટલ પ્લેટફૉર્મ ‘હૉટસ્ટાર પ્રીમિયમ’ પર રિલીઝ થનારી આ વેબ-સિરીઝ ૨૦૧૫માં બીબીસી પર આવેલી ‘ડૉક્ટર ફોસ્ટર’ નામની સિરીઝનું ઑફિશ્યલ ઍડપ્ટેશન છે. ‘ડૉક્ટર ફોસ્ટર’ ટીવી-સિરીઝની વાર્તા રસપ્રદ છે. પતિ અને તેની પત્નીની જિંદગી સુખરૂપ વીતી રહી છે ત્યાં એક દિવસ પત્નીના મગજમાં શંકાની સોય ભોંકાય છે અને એ શંકા વધતી જાય છે. પત્નીને લાગવા માંડે છે કે પતિ તેને છેતરી રહ્યો છે, તેનું ક્યાંક અફેર ચાલી રહ્યું છે. પાંચ-પાંચ એપિસોડની બે સીઝનમાં ચાલતી વાર્તામાં અમુક વળાંકો બાદ અંતે રહસ્ય ખૂલે છે.

‘આઉટ ઑફ લવ’માં ડૉ. ફોસ્ટરની જગ્યાએ ડૉ. મીરા છે અને તેના પતિ સિમોન ફોસ્ટરની જગ્યાએ આદર્શ નામનું પાત્ર છે. ડૉ. મીરા કપૂરનું પાત્ર અભિનેત્રી રસિકા દુગ્ગલ અને તેના પતિનું પાત્ર પૂરબ કોહલી ભજવી રહ્યો છે. ‘બીબીસી સ્ટુડિયો’ દ્વારા નિર્મિત ‘આઉટ ઑફ લવ’ ૨૨ નવેમ્બરે હૉટસ્ટાર પ્રીમિયમ પર રિલીઝ કરવામાં આવશે. રસિકા દુગ્ગલ ‘ઍમેઝૉન પ્રાઇમ’ની ‘મિર્ઝાપુર’ અને ‘નેટફ્લિક્સ’ની ‘દિલ્હી ક્રાઇમ’ જેવી વેબ-સિરીઝ તથા ‘મન્ટો’ જેવી ફિલ્મો કર્યા બાદ પોતાની અલાયદી ઓળખ બનાવી ચૂકી છે તો પૂરબ કોહલીએ પણ ટેલ‌િવ‌િઝનથી શરૂઆત કર્યા બાદ ઘણી નોટેબલ ફિલ્મો કરી ચૂક્યો છે. છેલ્લે તે સુજૉય ઘોષની ‘નેટફ્લિક્સ’ પર આવેલી સિરીઝ ‘ટાઇપરાઇટર’માં દેખાયો હતો. આ બન્નેની પતિ-પત્ની તરીકેની જોડી દર્શકોને કેવી લાગે છે કે એ જોવું રહ્યું.

આ પણ વાંચો : એરિકા ફર્નાન્ડિસ માટે પ્રેરણાત્મક છે કરીના, નેહા અને કલ્કિ કોચલિન

તિગ્માંશુ ધુલિયાએ આ પહેલાં ‘હૉટસ્ટાર’ માટે જ ‘ક્રિમિનલ જસ્ટિસ’ નામની વેબ-સિરીઝ ડિરેક્ટ કરી હતી, એ પણ એ નામની બ્રિટિશ ટીવી-સિરીઝ પર બેઝ્ડ હતી. હૉટસ્ટાર પર આ ઉપરાંત ‘માયાનગરી’ અને ‘હૉસ્ટેજિસ’ નામની થ્રિલર-સિરીઝ આવી ચૂકી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK