Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અરમાન ભાનુશાલી: જાણો કેમ આ નવ વર્ષનો છોકરો છે આટલો બધો લોકપ્રિય!!!

અરમાન ભાનુશાલી: જાણો કેમ આ નવ વર્ષનો છોકરો છે આટલો બધો લોકપ્રિય!!!

18 July, 2019 03:30 PM IST | મુંબઈ ડેસ્ક
શિલ્પા ભાનુશાલી

અરમાન ભાનુશાલી: જાણો કેમ આ નવ વર્ષનો છોકરો છે આટલો બધો લોકપ્રિય!!!

અરમાન ભાનુશાલી

અરમાન ભાનુશાલી


અરમાન ભાનુશાલીનો જન્મ તેના પરિવારમાં ઘણાં વર્ષો પછી થયો હોવાથી તેના પરિવાર માટે તે ખૂબ જ ખાસ છે અને તેથી જ તેના જન્મ સમયે તેના પિતાએ તેનું નામ અરમાન રાખ્યું કે જેથી તેના અરમાન પૂરા થાય. ચાલો જાણીએ આ મિરેકલ બૉય વિશે...

અરમાન ભાનુશાલીનો જન્મ 6 જુલાઇ 2010ના રોજ થયો. અરમાનને માત્ર ડાન્સ અને એક્ટિંગનો જ નહીં પણ સાથે રમવાનો એટલે કે ફુટબોલ અને ક્રિકેટનો પણ એટલો જ શોખ છે. અરમાનની ક્યૂટનેસ પર તો કોણ ન વ્હારી જાય તેના પર જ પ્રશ્નાર્થ છે... અરમાન જ્યારે 4 મહિનાનો થયો ત્યારથી સંગીત સાંભળીને હાથ પગ હલાવવા લાગતો હોવાથી તેના માતા-પિતાને તેની અંદર કોઇક ટેલેન્ટ છે એવો અહેસાસ થઈ ગયો હતો.




અરમાને સુપર ડાન્સરમાં 5 વર્ષની ઉંમરમાં ઑડિશન આપ્યું, ત્યાં તેને ઑડિશનની લાઇનમાંથી બહાર લઈ જઈને ડાયરેક્ટ એન્ટ્રી આપવામાં આવી. આ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમ કહેવાયું કે તેની ક્યુટનેસને કારણે તેને સ્પેશિયલ એન્ટ્રી આપવામાં આવી છે. એટલું જ નહીં ડાન્સ સ્ટેજ પર આ પહેલું બાળક હતું જેને તેની માતા સાથે સ્ટેજ પર એન્ટ્રી મળી હતી. તેથી તેની માતા માટે પણ અરમાન લકી છે તેવું તેની માતાનું કહેવું છે.


અરમાને શાહરુખ ખાન સાથે DHFL બેન્કની એડમાં કર્યું કામ. અહીં તેને એક કામમાંથી તરત બીજી એડ માટે સાઇન કરવામાં આવ્યો હતો. સચિન સાથે એપોલો ટાયર અને વિરાટ કોહલી સાથે પણ એડ કરી ચૂક્યો છે. વિરાટ કોહલી સાથે આઇપીએલની એડમાં શિવમનીના પાત્રમાં પણ જોવા મળ્યો હતો. તેણે ગુનાહ વેબસિરિઝમાં ચાઇલ્ડ એક્ટર પ્રતુકાશનું પાત્ર પણ ભજવ્યું છે.

અરમાન શારીરિક તકલીફો છતાં રહે છે સતત એક્ટિવ
પેટમાં દુખાવાની શરૂઆતને કારણે તેના અનેક ટેસ્ટ કરાવવામાં આવ્યા. અંતે ખબર પડી સાત વર્ષના આ બાળકને પેટમાં સોજો, હર્નિયા તેમજ બીજી એવી ત્રણ બીમારીઓ આ ઊંમરમાં થઈ ગઈ હતી. તે છતાં 7 વર્ષની ઊંમરમાં ત્રણ ઓપરેશન પછી પણ 7 દિવસમાં ઊભો થઈ ગયો....

અચિવમેન્ટ્સ
અરમાનને 6 ટ્રોફી- ગોલ્ડ કોઇન, મોબાઇલ, 2 નાઈટ 3 ડેઝ સ્ટે, મિડ ડે ટ્રોફી, બેસ્ટ ચાઇલ્ડ પ્લેયર, થાને રાસરંગ, પ્રેરણા રાસ કાલિદાસ, થાણે પ્રિ નવરાત્રિમાંથી ગોલ્ડ કોઇન, જેવા અનેક પારિતોષિકો મળી ચૂક્યા છે. આ સિવાય નૈતિક નાગડાના ગરબામાં તેના બેસ્ટ પર્ફોર્મન્સને કારણે તેને મોબાઇલ તેમજ ગોલ્ડ વાઉચર્સ આપવામાં આવ્યા હતા. ફાલ્ગુની પાઠકના ડાંડીયામાં તેને બેસ્ટ ચાઇલ્ડ પ્લેયરનો ખિતાબ આપવામાં આવ્યો. નવી મુંબઇમાં થયેલી ગરબા કૉમ્પીટીશનમાં ફર્સ્ટ રનર અપ રહ્યો હતો. છોટા ચેમ્પ ડાન્સ કૉમ્પીટીશનમાં તે 3જા નંબરે આવ્યો. એટલું જ નહીં RYAN સેલિબ્રિટિ કિડ તરીકે અરમાનને સન્માનિત કરવામાં આવ્યો. આ બધી અન્ય એક્ટિવિટીઝ સાથે અરમાન ભણવામાં પણ પાછળ રહ્યો નથી. તેને શાળામાં શરૂઆતથી અત્યાર સુધી બધાં જ ધોરણમાં એ પ્લસ ગ્રેડ મળ્યો છે. આમ અરમાન માત્ર અન્ય એક્ટિવિટીઝમાં જ નહીં ભણવામાં પણ એટલો જ હોંશીયાર છે. આ બાબતે તેની શાળમાંથી પણ તેને સારો સપોર્ટ મળી રહે છે જેની માટે તે તેની શાળાનો પણ આભારી છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

શું છે અરમાન્સ ફેવરિટ


અરમાન ભાનુશાલીનું કહેવું છે કે અભિનેતાઓમાં ટાઇગર શ્રોફ અને વરુણ ધવન પ્રિય છે તે કાર્ટુન્સ બહુ જ ઓછા જુએ છે પણ ક્યારેક જોવાનું મન થયું તો તે મોટું પતલું નામનું કાર્ટુન જોવાનું પસંદ કરે છે. આ બધાં કરતાં વધું પ્રિય કંઈ હોય તો અરમાનને નૈતિક નાગડાના વીડિયોઝ અને ઢોલ વગાડવું ખૂબ જ ગમે છે. જમવામાં તેને રિંગણનો ઓળો ખૂબ જ પ્રિય છે. બહાર જમવામાં પણ તે સૌ પ્રથમ રિંગણનો ઓળો અને રોટલી જ પસંદ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 03:30 PM IST | મુંબઈ ડેસ્ક | શિલ્પા ભાનુશાલી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK