Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું તમે જાણો છો ભાઈ-બહેન છે આ બૉલીવુડ સ્ટાર્સ, જાણો કેવી રીતે?

શું તમે જાણો છો ભાઈ-બહેન છે આ બૉલીવુડ સ્ટાર્સ, જાણો કેવી રીતે?

13 August, 2019 04:06 PM IST | મુંબઈ

શું તમે જાણો છો ભાઈ-બહેન છે આ બૉલીવુડ સ્ટાર્સ, જાણો કેવી રીતે?

સોનમ-રણવીર

સોનમ-રણવીર


આમ તો એવા સમાચાર તો ઘણા આવે છે કે ફિલ્મી સ્ટાર્સ એકબીજાને ડેટ કરી રહ્યા છે અથવા તો કઈ ફિલ્મ કરવા જઈ રહ્યા છે. એવું પણ ઘણી વાર થયું છે કે સ્ટાર્સે પોતાના પાર્ટનર સાથે લગ્ન કરી લીધા. પરંતુ ફિલ્મી જગતમાં લગ્ન, ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડના જ નહીં પરંતુ ભાઈ-બહેનના સંબંધ પણ છૂપાયેલા છે, જે લોકોને ખબર પણ નથી. હાં, બૉલીવુડની કેટલીક હસ્તીઓ આપસમાં ભાઈ બહેન લાગે છે, જેના વિશે કદાચ જ લોકોને ખબર હશે. આજે તમને જણાવીએ કે કયો સ્ટાર કોનો ભાઈ છે અને કઈ એક્ટ્રેસ કોની બહેન છે....

ઈમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ



તમે વિચારીને હેરાન થઈ જશો, પરંતુ આ વાત સાચી છે ઈમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ ભાઈ-બહેન છે. હકીકતમાં આલિયા ભટ્ટના પિતા એટલે પ્રખ્યાત ડાયરેક્ટર મહેશ ભટ્ટ અને ઈમરાન હાશ્મીની માતા સગા ભાઈ-બહેન છે. સંબંધમાં ઈમરાન હાશ્મી મુકેશ ભટ્ટના ભત્રીજા થયા અને પૂજા-આલિયા ભટ્ટના કઝિન છે


રણવીર સિંહ અને સોનમ કપૂર

બૉલીવુડના બાજીરાવ રણવીર સિંહના દાદા અને એક્ટ્રેસ સોનમ કપૂરની નાની ભાઈ-બહેન થાય છે. એવામાં રણવીર સિંહ અને સોનમ કપૂર કઝિન ભાઈ-બહેન લાગે છે.


આદિત્ય ચોપડા અને કરણ જોહર

નિર્દેશક કરણ જોહર અને આદિત્ય ચોપડાના ભાઈ છે. આદિત્ય ચોપડાના પિતા યશ ચોપડા અને કરણ જોહરની માતા હીરૂ જોહર ભાઈ બહેન છે. એવામાં આ બન્ને સંબંધમાં ભાઈ લાગે છે.

ફરહાન અખ્તર અને ફારાહ ખાન છે કઝિન

એક્ટર-ડાયરેક્ટર ફરહાન અખ્તર અને ફારાહ ખાન કઝિન છે. સાંભળવામાં થોડું અજીબ લાગશે, પરંતુ આ વાત સાચી છે. હકીકતમાં ફરહાનની માતા મેનકા ઈરાની અને ફરહાન અખ્તરની માતા હની ઈરાની સગી બહેન છે.

આ પણ વાંચો : Dolly Jain: સેલિબ્રિટીઝને સાડી પહેરાવીને કરે છે લાખો રૂપિયાની કમાણી

કાજોલ-રાની મુખર્જી છે બહેન

કાજોલ અને રાની મુખર્જીને દરેક જાણે છે, પરંતુ આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે તેઓ બહેન લાગે છે. કાજોલ અને તનિષાના પિતા અને રાની મુખર્જીના પિતા કઝિન ભાઈ છે. એવામાં રાની મુખર્જી, કાજોલની બહેન છે.

Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 04:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK