Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > HBD Sakshi Tanwar: જ્યારે લાંબા કિસિંગ સીનના કારણે રડી હતી આ એક્ટ્રેસ

HBD Sakshi Tanwar: જ્યારે લાંબા કિસિંગ સીનના કારણે રડી હતી આ એક્ટ્રેસ

12 January, 2021 11:42 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

HBD Sakshi Tanwar: જ્યારે લાંબા કિસિંગ સીનના કારણે રડી હતી આ એક્ટ્રેસ

એક્ટ્રેસ સાક્ષી તંવર

એક્ટ્રેસ સાક્ષી તંવર


'કહાની ઘર ઘર કી' (Kahaani Ghar Ghar Kii)અને 'બડે અચ્છે લગતે હૈ' (Bade Achhe Lagte Hain)જેવી ટીવી શૉઝ સાથે ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ સાક્ષી તંવર (Sakshi Tanwar)નો આજે જન્મદિવસ છે. સાક્ષીનો જન્મ 12 જાન્યુઆરી 1973ના રોજ રાજસ્થાન અલવરમાં થયો હતો. આજે તે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. અલવરમાં ઉછરેલી સાક્ષીએ દિલ્હીના 'લેડી શ્રી રામ' કૉલેજમાંથી સ્નાતક કર્યું છે. પરંતુ તેણે હંમેશાથી જ એક એક્ટર બનાવનું સપનું જોયું હતું. પોતાના આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે તે મુંબઈ આવી હતી અને પોતાને સાબિત કરી હતી.

સાક્ષીએ ન ફક્ત નાના પડદા પર પરંતુ કેટલીક ફિલ્મોમાં પણ પોતાની સારી એક્ટિંગ કરીને પોતાની ઓળખ બનાવી લીધી છે. સાક્ષીએ અત્યાર સુધી લગ્ન કર્યા નથી. તેમણે એક બાળકીને દત્તક લીધી છે. સાક્ષીના અંગત જીવન વિશે વાત કરીએ તો તેઓ સ્ક્રીન પર જ નહીં પરંતુ પોતાના વાસ્તવિક જીવનમાં પણ ઘણી સિમ્પલ સ્વભાવની છે. પરંતુ વર્ષ 2011માં શરૂ થયેલી સીરિયલ 'બડે અચ્છે લગતે હૈ'થી સાક્ષી જબરદસ્ત ચર્ચામાં આવી ગઈ હતી. હકીકતમાં આ સીરિયલમાં સાક્ષી પોતાના કૉ-એક્ટર રામ કપૂર સાથે પોતાના એન્ટીમેટ સીનને લઈને ઘણી ચર્ચામાં આવી હતી. એટલું જ નહીં બાદ આ સીનને લઈને સાક્ષી રડવા લાગી હતી. આવો જાણીએ તેમના વિશે ઘણી વાતો....



17 મિનિટનો લાંબો સીન:


એક્ટ્રેસ સાક્ષી તંવરે ફૅમસ ટીવી શૉ બડે અચ્છે લગતે હૈમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ શૉમાં સાક્ષીની વિરૂદ્ધ એક્ટર રામ કપૂરે લીડ રોલ પ્લે કર્યો હતો. સીરિયલમાં બન્ને વચ્ચે એક લાંબો ઈન્ટીમેટ સીન ફિલ્માવવામાં આવ્યો હતો જે લગભગ 17 મિનિટનો હતો. આ સીનની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. કહેવાય છે તે પ્રોડ્યૂસર એકતા કપૂરે ટીવી પર પહેલીવાર એટલો લાંબો લવ મેકિંગ સીનનું શૂટિંગ કર્યું હતું. તેમ જ સીનને કરવામાં સાક્ષી એટલી હેરાન થઈ હતી કે શૂટિંગને થોડા સમય માટે રોકવી પડી હતી.

એક એપિસોડે બનાવ્યો હતો ટીઆરપી રેકૉર્ડ:


સાક્ષી તંવરના આ ઈન્ટીમેટ સીનમાં તેમની અને રામ કપૂર વચ્ચે કિસિંગ સીન પણ હતો. સાક્ષીએ પોતાના કરિયરમાં પહેલીવાર આવા પ્રકારનો ઈન્ટીમેટ સીન આપ્યો હતો. એના માટે તેમણે ઘણી રીટેક આપવા પડ્યા હતા, ત્યારે જઈને આ ફાઈનલ થયું હતું. તેમ જ લિપ-લૉક સીન બાદ શૉ અને શૉના સ્ટાર્સને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. ઘણા મહિનાઓ સુધી આ સીન્સના વીડિયોઝ અને ફોટોઝ ઘણા વાઈરલ થયા હતા. આ એક એપિસોડના કારણે 'બડે અચ્છે લગતે હૈ'એ ટીઆરપી રેકૉર્ડ પ્રાપ્ત કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2021 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK