Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sunny Leone ને ખુશ કરવા કરોડોની કાર ભેટ આપે છે પતિ ડેનિયલ વેબર

Sunny Leone ને ખુશ કરવા કરોડોની કાર ભેટ આપે છે પતિ ડેનિયલ વેબર

03 October, 2019 08:57 PM IST | મુંબઈ ડેસ્ક

Sunny Leone ને ખુશ કરવા કરોડોની કાર ભેટ આપે છે પતિ ડેનિયલ વેબર

સની લિયોની

સની લિયોની


બોલીવુડમાં ધમાલ મચાવનાર સની લિયોનીની ફેન ફોલોઇંગ કદાચ જ કોઈનાથી છુપાયેલી હોય. બોલીવુડની બેબી ડૉલ ઘણીવાર પોતાના બિન્દાસ અંદાજ માટે ચર્ચામાં છવાયેલી રહે છે. પણ અત્યારે સની લિયોની લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનવા પાછળ તે પોતે નહીં પણ તેના પતિ ડેનિયલ વેબર છે. સની લિયોનીને જેટલું તેના ગ્લેમરસ અંદાજ માટે ઓળખવામાં આવે છે, તેટલું જ તેની લગ્ઝરિયસ લાઇફસ્ટાઇલ માટે પણ તે છવાયેલી રહે છે. સની લિયોનીની ફેન ફોલોઇંગનો અંદાજો તમે એ વાતથી પણ લગાડી શકો છો કે ઇન્સ્ટાગ્રામ પર તેના 26 મિલિયનથી પણ વધુ ફૉલોઅર્સ છે. એવામાં જો તમે પણ સની લિયોનીના ચાહક છો, તો આ બાબત જાણવા માટે તમે પણ ઉત્સાહિત હશો. સની લિયોનીના ઘર ગેરેજમાં રહેલી પ્રીમિયમ કાર વિશે જણાવીએ...

Maserati Ghibli
Maserati Ghibliની કિંમત 1.14 કરોડ રૂપિયા છે. આ એક ફુલ-સાઇઝ ચાર દરવાજાવાળી કાર છે. તેના પર્ફોર્મન્સની વાત કરીએ તો તેમાં V6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આનું એન્જિન 330hpની મેક્સિમમ પાવર જનરેટ કરે છે.



Maserati Quattroporte
Maserati Quattroporte એક સરસ સ્ટાઇલિશ લૂકવાળી પ્રીમિયમ કાર છે. તેની કિંમત 1.44 કરોડ રૂપિયા છે. આ કારમાં દમદાર પર્ફોર્મન્સ મળે છે, તેમાં 3 લીટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 275 bhpની મેક્સિમમ પાવર અને 600 Nmનું પીક ટૉક જેનરેટ કરે છે. અહીં જણાવીએ કે આ કાર સની લિયોનીને તેના પતિ ડેનિયલ બેબરે ગિફ્ટ કરી હતી. હવે તમે અંદાજો લગાડી શકો છો કે આ ભેટ સની લિયોની માટે કેટલી મહત્વની હશે.


Audi A5
સની લિયોનીના ગેરેજમાં ઓડી એ5 સૌથી સસ્તી કાર છે. જેની કિંમત 55.48 લાખ રૂપિયા છે. તેમાં પાવર માટે 3 લીટર ટૉપ ઑફ-ધ-લાઇન સુપરચાર્જ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. સ્પીડને મામલે પણ આ કાર જબરજસ્ત છે. આ કાર ફક્ત 6 સેકેન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવી લે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2019 08:57 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK