Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન ઓઇન મૉર્ગને કહ્યું...

કલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન ઓઇન મૉર્ગને કહ્યું...

03 November, 2020 06:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન ઓઇન મૉર્ગને કહ્યું...

ટૉમ ક્રુઝ, શાહરુખ ખાન

ટૉમ ક્રુઝ, શાહરુખ ખાન


શાહરુખ ખાનના બર્થ-ડે નિમિત્તે કલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન ઓઇન મૉર્ગને તેને વિશ કરતાં જણાવ્યું હતું કે તે ભારતના ટૉમ ક્રૂઝ કરતાં પણ વધુ છે. શાહરુખ કલકત્તા નાઇટ રાઇડર્સનો માલિક છે. તેના પંચાવનમા બર્થ-ડેને જોતાં તેની ટીમના પ્લેયર્સે તેને સ્પેશ્યલ વિશ આપી છે. દિનેશ કાર્તિકે કહ્યું કે ‘મને યાદ છે કે હું જ્યારે એક વખત બાલી જઈ રહ્યો હતો. ત્યાં મેં બે બાબત અનુભવી હતી. ત્યાંના એક વ્યક્તિએ મને કહ્યું હતું કે તમે ભારતથી આવ્યા છો? શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા, ‘વીર-ઝારા’ આટલાં તેઓ ફેમસ છે.’

શાહરુખ સાથે થયેલી પહેલી મુલાકાતને યાદ કરતાં આન્દ્રે રસેલે કહ્યું કે ‘એ ખાસ પળ હતી. શાહરુખ ખૂબ નમ્ર અને શાંત છે. તેઓ મારી પાસે ઊભા હતા અને મને ગળે વળગાડ્યો. હું ખૂબ શરમાઈ ગયો હતો.’



પૅટ કમિન્સે શાહરુખને વિશ કરતાં કહ્યું હતું કે ‘તમે આજે પણ એવા જ લાગો છો જાણે ૨૧ વર્ષના હો. આ બર્થ-ડેને અને આવનારા બર્થ-ડેને સેલિબ્રેટ કરો.’


ટીમના કૅપ્ટન મૉર્ગને કહ્યું કે ‘દરેક તેને ભારતનો ટૉમ ક્રૂઝ કહે છે. જોકે તેઓ ટૉમ ક્રૂઝથી પણ વિશેષ છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2020 06:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK