Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનમાં શારીરિક રીતે અક્ષમ બાળકો સાથે સમય પસાર કરતી કીર્તિ કુલ્હારી

રાજસ્થાનમાં શારીરિક રીતે અક્ષમ બાળકો સાથે સમય પસાર કરતી કીર્તિ કુલ્હારી

04 March, 2020 12:45 PM IST | Mumbai

રાજસ્થાનમાં શારીરિક રીતે અક્ષમ બાળકો સાથે સમય પસાર કરતી કીર્તિ કુલ્હારી

કીર્તિ કુલ્હારી

કીર્તિ કુલ્હારી


કીર્તિ કુલ્હારી હાલમાં જ રાજસ્થાનના ચુરુમાં શારીરિક રીતે અક્ષમ બાળકો સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. કીર્તિ ઘણાં નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન સાથે મળીને કામ કરે છે. તે ઘણી વાર બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પણ કામ કરતી જોવા મળે છે. તેણે થોડા સમય પહેલાં જ મુંબઈની એક સ્કૂલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તે રાજસ્થાનના ચુરુમાં જોવા મળી હતી. તે તેનાથી શક્ય હોય એટલી મદદ તેમને કરતી આવી છે. કીર્તિ પોતે રાજસ્થાનની છે.

આ પણ વાંચો : જપાનના એક થિયેટરમાં છેલ્લી ફિલ્મ દેખાડવામાં આવી આમિરની થ્રી ઇડિયટ્સ



આ વિશે કીર્તિએ કહ્યું હતું કે ‘હું આ સ્કૂલની પાછળ કામ કરતી ઘણી વ્યક્તિઓ સાથે જોડાયેલી છું. તેઓ મારી ફૅમિલી છે એટલે નહીં, પરંતુ તેઓ સારું કામ કરી રહ્યા છે. હું આ રીતે મારાથી શક્ય હોય એટલી મદદ સોસાયટી માટે કરું છું. હું ઘણી સ્કૂલ અને એનજીઓ સાથે મળીને કામ કરું છું. હું રાજસ્થાનની છું અને એથી ત્યાંની સ્કૂલને પણ મદદ કરતી આવી છું.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 12:45 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK