આ છે ગુજરાતી ઈન્ડસ્ટ્રીની બ્યુટીફુલ બેબ કિંજલ રાજપ્રિયાની નવી ફિલ્મ

Updated: Jun 13, 2019, 17:54 IST | અમદાવાદ

છેલ્લે શોર્ટ સર્કિટમાં દેખાયેલી કિંજલ રાજપ્રિયાના ફેન્સ માટે સારા સમાચાર છે. કિંજલ રાજપ્રિયાએ પોતાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

કિંજલ રાજપ્રિયા (Image Courtesy-Kinjal Rajpriya instagram)
કિંજલ રાજપ્રિયા (Image Courtesy-Kinjal Rajpriya instagram)

છેલ્લે શોર્ટ સર્કિટમાં દેખાયેલી કિંજલ રાજપ્રિયાના ફેન્સ માટે સારા સમાચાર છે. કિંજલ રાજપ્રિયાએ પોતાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. મુંબઈ શિફ્ટ થયેલી કિંજલ રાજપ્રિયા ટૂંક સમયમાં અમદાવાદ પાછી ફરવાની છે. અને નવી ફિલ્મના પ્રોજેક્ટ માટે આગળ કામ કરશે. કિંજલ રાજપ્રિયાની અપકમિંગ ફિલ્મમાં તેમની સાથે એક્ટર તુષાર સાધુ દેખાશે. આ ફિલ્મ વિપુલ શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે.

આ વખતનું પાત્ર અલગ હશે

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કિંજલ રાજપ્રિયાએ કહ્યું,'હાલ તો હું મારા કેરેક્ટર વિશે ખાસ કંઈ રિવીલ નહીં કરી શકું. પરંતુ મારી પાછલી ફિલ્મો કરતા આ ફિલ્મમાં મારો રોલ ખૂબ જ અલગ છે. અને એના માટે હું ખૂબ જમહેનત કરી રહ્યું છે.' વધુમાં કિંજલ રાજપ્રિયાએ કહ્યું,'આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદમાં થવાનું છે. અને મારા બધા જ ફેન્સને અને ફોલોઅર્સને હું એક નવા જ અંદાજમાં જોવા મળીશ.'

kinjal rajpriya

ઈન્સ્ટાગ્રામ પર આપી માહિતી

કિંજલ રાજપ્રિયાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે,'એક નયી શુરુઆત, એક નયા અરમાન, એર નએ કિરદાર કે સાથ ફિર એકબાર તુમ્હારી, મેં' આ સ્ટોરીમાં કિંજલ રાજપ્રિયાએ પોતાનો એક ફોટો પણ શૅર કર્યો છે, જેમાં તે નોઝરિંગ સાથે ખુલ્લા વાળમાં દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ લગ્ન સિઝનમાં ફૉલો કરો ગુજરાતી એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયાના આ ટ્રેડિશનલ લૂક્સ

ગુરુવારથી શરૂ થયું શૂટિંગ

આ ફિલ્મનું શૂટિંગ 13 જૂનના રોજ ગુરુવારથી શરૂ થઈ ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે કિંજલ રાજપ્રિયા છેલ્લે આરજે ધ્વનિત સ્ટારર શોર્ટ સર્કિટમાં દેખાઈ હતી. આ ફિલ્મ પહેલી ગુજરાતી સાઈ ફાઈ ફિલ્મ હતી. જેમાં કિંજલ રાજપ્રિયાએ ન્યૂઝ એન્કરનો રોલ કર્યો હતો. શોર્ટ સર્કિટ પહેલા કિંજલની મલ્હાર ઠાકર સાથેની ફિલ્મ શું થયું હિટ રહી હતી. તો શોર્ટ સર્કિટને પણ ક્રિટિક્સે વખાણી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK