બૉલીવુડમાં ૨૮ વર્ષ પૂરાં કરનાર શાહરુખે ફૅન્સનો માન્યો આભાર

Updated: Jun 29, 2020, 19:45 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

શાહરુખે ટેલિવિઝન સિરિયલ ‘સર્કસ’ અને ‘ફૌજી’થી ઍક્ટિંગના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું

શાહરુખ ખાને બૉલીવુડમાં ૨૮ વર્ષ પૂરાં કરવા નિમિત્તે તમામ ફૅન્સનો આભાર માન્યો છે. શાહરુખે ટેલિવિઝન સિરિયલ ‘સર્કસ’ અને ‘ફૌજી’થી ઍક્ટિંગના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ‘દીવાના’માં તેને પહેલો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મથી તેને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. ઇન્ડસ્ટ્રીમાં આટલાં વર્ષોથી લોકોનું મનોરંજન કરનાર શાહરુખે અનેક યાદગાર ફિલ્મો આપી છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહરુખે કૅપ્શન આપી હતી કે ‘હું એ નથી જાણતો કે ક્યારે મારું પૅશન મારો ઉદ્દેશ બની ગયો અને બાદમાં એ પ્રોફેશનમાં બદલાઈ ગયો. હું સૌનો આભાર માનું છું કે મને આટલાં વર્ષો સુધી તમારુ મનોરંજન કરવાની તક આપી. પ્રોફેશનલિઝમ કરતાં મારું પૅશનલિઝમ હજી આવનારાં વર્ષોમાં પણ તમારી સેવા કરતું રહેશે. ૨૮ વર્ષ અને હજી તો ગણતરી બાકી છે. ગૌરી ખાન, આ મોમેન્ટને કૅપ્ચર કરવા માટે થૅન્ક યુ.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK