કિમ શર્માએ શૅર કરી થ્રૉબૅક બિકિની તસવીર, EX-BF યુવીએ કરી આ કોમેન્ટ

Published: 25th October, 2020 19:07 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

તસવીર પર ક્રિકેટર યુવરાજ સિંહે રસપ્રદ કોમેન્ટ કરી છે.

કિમ શર્માએ શૅર કરી થ્રૉબૅક બિકિની તસવીર, EX-BF યુવીએ કરી આ કોમેન્ટ
કિમ શર્માએ શૅર કરી થ્રૉબૅક બિકિની તસવીર, EX-BF યુવીએ કરી આ કોમેન્ટ

કોરોના કાળમાં અભિનેત્રી કિમ શર્માને જૂના દિવસો યાદ આવી રહ્યા છે. અને તેણે પોતાની થ્રૉબૅક તસવીર શૅર કરી છે. જેમાં તે રજાઓનો આનંદ માણતી જોવા મળે છે. આ દરમિયાન તેણે કલરફુલ સ્ટ્રિપ્ડ બિકિની પહેરી છે. તસવીર પર ક્રિકેટર યુવરાજ સિંહે રસપ્રદ કોમેન્ટ કરી છે.

કિમ શર્મા હાથમાં સર્ફબૉર્ડ પકડીને દરિયા કિનારે ઊભી છે. અને તેણે તસવીર શૅર કરતા કૅપ્શનમાં લખ્યું, "સમુદ્ર કિનારે એક આખો દિવસ પસાર કરવા કરતા વધારે સારું શું હોઇ શકે છે? કંઇ નહીં."

 
 
 
View this post on Instagram

What’s better than a day at the beach? #notmuch #flashback 🌊

A post shared by Kim Sharma (@kimsharmaofficial) onOct 24, 2020 at 2:19am PDT

કિમની આ તસવીર પર યુવરાજ સિંહે રસપ્રદ કોમેન્ટ કરી છે. તેણે લખ્યું કે, "ગાંવ બસા નહીં બસ્તા લેકર પહોંચ ગઈ હે મેડમ. યુવરાજની આ કોમેન્ટ પર કિમે પ્રતિક્રિયા આપી છે, ઇંગ્લિશ પ્લીઝ."

યુવરાજ સિંહનો કિમ શર્મા સાથે ભલે ઘણો સમય પહેલા બ્રેકઅપ થઈ ગયો છે પણ બન્ને હજી પણ સારા મિત્રો છે. યુવરાજ પોતાના ઘરે થનારી પાર્ટીમાં કિમને ઇનવાઇટ કરતો હોય છે. જણાવવાનું કે યુવરાજ સિંહ અને કિમ શર્માએ લગભગ ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી કર્યું. વર્ષ 2007માં બન્નેનો બ્રેકઅપ થયું. 2016માં યુવરાજે હેઝલ કીચ સાથે લગ્ન કર્યા.

કિમ શર્માની વાત કરીએ તો વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ મહોબ્બતે દ્વારા તેણે ડેબ્યૂ કર્યો હતો. કિમની મુખ્ય ફિલ્મો તુમસે અચ્છા કોન હે, કહેતા હે દિલ બાર બાર, ફિદા અને મની હે તો હની હે સહિત અન્ય છે. તે ઘણાં સમયથી મોટા પડદાથી દૂર છે. કિમ 2010માં આખરે તેલુગુ ફિલ્મ યગમમાં જોવા મળી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK