Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છલાંગમાં બાળકલાકારો જ ખરા સ્ટાર્સ છે: રાજકુમાર રાવ

છલાંગમાં બાળકલાકારો જ ખરા સ્ટાર્સ છે: રાજકુમાર રાવ

18 October, 2020 07:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છલાંગમાં બાળકલાકારો જ ખરા સ્ટાર્સ છે: રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ


રાજકુમાર રાવનું કહેવું છે કે તેની આવનારી ફિલ્મ ‘છલાંગ’ના બાળકલાકારો રિયલ સ્ટાર્સ છે. તે પહેલી વખત બાળકો સાથે કામ કરી રહ્યો છે. હંસલ મહેતાની આ ફિલ્મમાં નુશરત ભરૂચા કમ્પ્યુટર-ટીચર બની છે, તો રાજકુમાર પીટી-ટીચર છે. ૧૩ નવેમ્બરે આ ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. બાળકો સાથે કામ કરવાના અનુભવ વિશે રાજકુમારે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘છલાંગ’ના સેટ પર બાળકો સાથે કામ કરવાની ખૂબ મજા આવી. તેઓ રિયલ સ્ટાર્સ છે. તેઓ સહજ, અપાર ક્ષમતાથી ભરપૂર છે. તેમનો ઉત્સાહ તો ગજબનો છે. એમાં પણ અતિશય ગરમી હોય કે કડકડતી ઠંડી હોય, આ બાળકોમાં કામ કરવાની જે લગન હતી એ અમને સૌને પ્રેરિત કરતી હતી.’

પોતાનો અનુભવ જણાવતાં નુશરતે કહ્યું હતું કે ‘બાળકોની આસપાસ રહીને હંમેશાં ભૂતકાળમાં સરી જવાય છે. ‘છલાંગ’થી હું મારા સ્કૂલના દિવસોમાં પહોંચી ગઈ હતી. અમે જે બાળકો સાથે શૂટિંગ કર્યું હતું તેઓ ખૂબ સ્માર્ટ અને મસ્તીખોર હતાં. આ જ બાબત અમને હંમેશાં જોશમાં રાખતી હતી. દરરોજ સવારે તેમના ખુશખુશાલ ચહેરા જોવાનું સારું લાગતું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK