'ભૂલ ભુલૈયા2'નું શૂટિંગ શરૂ થતાં પહેલા કિયારા અડવાણીનું ટ્વિટર હૅક, આપી ચેતવણી

Published: Oct 09, 2019, 18:25 IST | મુંબઈ ડેસ્ક

કિયારાએ આ ટ્વીટ મંગળવારે રાતે કર્યું હતું. કિયારાના ટ્વિટર અકાઉન્ટ પરથી છેલ્લો ટ્વીટ 3 ઑક્ટોબરે કરવામાં આવ્યો હતો.

કબીર સિંહ અભિનેત્રી કિયારા અડવાણીનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયું છે. તેણે આની માહિતી ઇન્સ્ટાગ્રામ દ્વારા શૅર કરી છે અને પોતાના ચાહકોને રિક્વેસ્ટ કરી છે કે તેના સ્ટેટસમાં આપેલી લિન્ક પર ક્લિક ન કરવું. જો કે તેના ટ્વિટર પર કોઇ સંદિગ્ધ લિન્ક પોસ્ટ કરવામાં નથી આવી.

કિયારાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મેસેજ લખ્યો હતો - મારું ટ્વિટર હૅક કરી લેવામાં આવ્યું હતું. અમે તેને પાછું મેળવવા બાબતે કામ કરી રહ્યા છીએ. કોઇપણ અજીબ ટ્વીટ કે લિન્કને ઇગ્નોર કરવા. મારા ટ્વિટર અકાઉન્ટ પરથી મોકલવામાં આવેલી કોઇપણ શંકાસ્પદ લિન્ક પર ક્લિક ન કરવું. મારો અકાઉન્ટ હજી પણ હૅક્ડ છે અને આ લિન્ક મેં નથી મોકલી. કિયારાએ આ ટ્વીટ મંગળવારે રાતે કર્યું હતું. કિયારાના ટ્વિટર અકાઉન્ટ પરથી છેલ્લો ટ્વીટ 3 ઑક્ટોબરે કરવામાં આવ્યો હતો.

તેનું ટ્વિટર અકાઉન્ટ બરાબર થયું કે નહીં તેની તો માહિતી નથી, પણ બુધવારે બપોરે તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ભૂલ ભુલૈયા 2નું શૂટિંગ શરૂ થવાની માહિતી શૅર કરી હતી. અનીસ બઝ્મી નિર્દેશિત આ ફિલ્મમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે.

Kiara Advani Story Posted on Instagram

આ વર્ષે કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ પણ રિલીઝ થઈ, જેમાં તેણે ફીમેલ લીડ રોલ ભજવ્યું હતું. કબીર સિંહ આ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ છે. તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક ફિલ્મમાં શાહીદ કપૂરે લીડ રોલ ભજવ્યું હતું. કિયારા હવે તેના પછી ડિસેમ્બરમાં રિલીઝ થનારી અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝમાં જોવા મળશે. તેના પછી આવતા વર્ષે ઇદ પર આવનારી અક્ષય કુમારની લક્ષ્મી બૉમ્બમાં પણ કિયારા અડવાણી જોવા મળશે.

કિયારા નેટફ્લિક્સની સીરીઝ લસ્ટ સ્ટોરીઝને લઇને ચર્ચામાં આવી હતી, જેની સ્ટોરી કરણ જોહરે ડાયરેક્ટ કરી હતી. તેનું એક દ્રશ્ય ખૂબ જ ચર્ચિત અને વિવાદિત રહ્યું હતું. આ સ્ટોરીમાં કિયારા વિકી કૌશલ સાથે પેર અપ થઈ હતી.

આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

આ લોકોના પણ ટ્વિટર અકાઉન્ટ થયા હતા હૅક
કિયારા પહેલી બોલીવુડ સેલિબ્રિટી નથી, જેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હૅક થયું હોય. આ પહેલા તમામ સેલિબ્રિટિઝ અકાઉન્ટ હૅક થવાની માહિતી આપતાં રહ્યા છે. અમિતાભ બચ્ચન, શાહિદ કપૂરના પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ હૅક થઈ ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK