Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિયારા અડવાણીની ગિલ્ટી નેટફ્લિક્સ પર નંબર 1

કિયારા અડવાણીની ગિલ્ટી નેટફ્લિક્સ પર નંબર 1

14 March, 2020 09:00 PM IST | Mumbai Desk

કિયારા અડવાણીની ગિલ્ટી નેટફ્લિક્સ પર નંબર 1

કિયારા અડવાણી

કિયારા અડવાણી


કિયારા અડવાણીએ ધીમે ધીમે બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હિટ ફિલ્મોની સાથે અભિનેત્રીએ સાબિત કર્યું છે કે તે અહીં રહેવા અને પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા સક્ષમ રહી છે. ફિલ્મોની સાથે સાથે તાજેતરમાં જ કિયારાએ કરણ જોહર સાથે ડિજિટલ પ્લેટફૉર્મ નેટફ્લિક્સ પર ગિલ્ટી ફિલ્મ દ્વારા કમબૅક કર્યું છે. આ સ્ટોરી એક હાઇ-એન્ડ કૉલેજની વિદ્યાર્થીઓના એક સમૂહની આસપાસ ગૂંથાયેલી છે અને કેવી રીતે તેનું જીવન બદલાઇ જાય છે જ્યારે એક નાના શહેરની વિદ્યાર્થિની એક પ્રભાવશાળી પરિવારના છોકરાની વિરુદ્ધ #MeToo આરોપ મૂકે છે અને આગળ જે થાય છે તેનાથી તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

ગિલ્ટી એક પહેલી વેબ ફિલ્મ છે જેનું નિર્માણ કરણ જોહરની કંપની ધર્માટિક એન્ટરટેઇન્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્દેશન રૂચિ નારાયણે કર્યું છે અને આમાં આકાંશા રંજન, ગુરફતેહ સિંહ પીરજાદા અને તાહેર શબ્બીરે મુખ્ય પાત્રો ભજવ્યા છે. મેકર્સ હવે ખૂબ જ ખુશ છે કારણ કે ફિલ્મને દર્શકો પાસેથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને ફક્ત દસ દિવસમાં નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે. બધાં જ અભિનેતાઓના પરફોર્મન્સના વખાણ કરવામાં આવ્યા અને સકારાત્મક પ્રતિક્રિયાઓથી ટીમ ગિલ્ટી દર્શકોની આભારી છે.



કરણ આ રિસ્પૉન્સને કારણે ખૂબ જ ખુશ છે. કરણ જોહરના ધર્માટિકમાં બનેલી પહેલી ડિજિટલ ફિલ્મ ગિલ્ટી સફળતાના આ મોકામ પર છે. #MeToo જેવા વિષય પર જે આજના સમયમાં એટલું પ્રાસંગિક છે, ગિલ્ટી આજના અર્થપૂર્ણ સિનેમાનું યોગ્ય ઉદાહરણ છે. ફિલ્મ 6 માર્ચ 202ના ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થઈ હતી અને સાથે જ લોકપ્રિય પણ બની.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2020 09:00 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK